ભારે વરસાદથી પીડિત જિલ્લાઓમાં નુકશાનનો સર્વે કરવા કોંગ્રેસની માંગ, પાલ આંબલિયાએ સીએમને ઈમેલ કર્યો
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતી છે.
સતત ભારે વરસાદને કારણે ખેડૂતોને ખેતી પાકોમાં મોટ નુકસાન થયુ છે. હવે કોંગ્રેસે આ જિલ્લાઓમાં સર્વે કરીને વળતર ચુકવવા સરકાર પાસે માંગ કરી છે.
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને ઈમેલ કર્યો છે અને તાત્કાલિક સર્વે કરવા માંગ ઉઠાવી છે. ઈમેલમાં તેમણે યોગ્ય વળતર નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
પાલ આંબલિયાએ ઈમેલમા જણાવ્યુ છે કે, માત્ર 72 કલાકમાં આખી મૌસમનો વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને નુકસાન થયુ છે. અહીં તાત્કાલિક નુકશાની સર્વે કરવામાં આવે.

પાલ આંબલિયાએ ઈમેલમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાામાં નુકશાની સર્વે કરવા કરી માંગ છે. તેમણે આકરા શબ્દોમાં ડબલ એન્જીન સરકાર અને ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે.
પાલ આંબલિયાએ કહ્યું કે, વિશ્વગુરુના ખોટા સપના બતાવવાને બદલે ઘેડ પંથકનો પ્રશ્ન હલ કરવા પર ધ્યાન આપવામાં આવે. તેમણે ઘેડ પંથકનાં ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજની માંગ કરી છે.
જણાવી દઈએ કે, ભારે વરસાદને પગલે ઘેડ પંથકના 40-45 ગામો સંપર્ક વિહોણા થયા છે. અહીં ખડૂતોને પાક નુકશાની અને મોટા પાયે જમીન ધોવાણનો સામનો કરવો પડ્ય છે. પાલ આંબલિયાએ તાત્કાલિક વળતર આપવા માંગ કરી છે.
તેમણે આ ઈમેલમાં માલધારીઓને થયેલ પશુઓના નુકશાની સામે તાત્કાલિક વળતર તેમજ નાગરિકો, વેપારીઓને થયેલ નુકશાની સામે તાત્કાલિક વળતર આપવા સરકાર પાસે માંગણી કરી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
