વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
van Setu Chetna Yatra: ગુજરાત વન વિભાગ દ્વારા વન સેતુ ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે. નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકી વનથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ CM દ્વારા કરાવવામાં આવશે.
5 દિવસની વન સેતુ ચેતના યાત્રા આદિજાતિ બાંધવોને સ્પર્શે છે. વન સેતુ ચેતના યાત્રા 14 જિલ્લામાંથી પસાર થઈને અંદાજિત 1000 કિલોમીટરનું અંતર કાપશે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા સહિતના 14 જિલ્લામાંથી વન સેતુ ચેતના યાત્રા પસાર થશે.

વન સેતુ ચેતના યાત્રામાં 51 આદિજાતિ તાલુકાના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને ભાગ લેશે. વન સેતુ ચેતના યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
રાત્રિના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદીરોએ દર્શન કરવામાં આવશે. આ સાથે વનસહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત પણ કરવામાં આવશે.
વન સેતુ ચેતના યાત્રા દરમિયાન વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારા આદીવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ દ્વારા સમ્માન કરવામાં આવનાર લોકોની યાદી બનાવવામાં આવી છે.
વન સેતુ ચેતના યાત્રા દરમિયાન રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ સહિતના કાર્યક્રમો થશે. ઉલ્લેખનીય છે કે, વન સેતુ ચેતના યાત્રા 22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
