વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી પહોંય્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક અને અન્ય કામકાજ પૂર્ણ કર્યા પછી રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ગયા અને બેઠક યોજવા લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા છે.
ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદીએ બેઠક યોજી હતી, જેની વિગતો ઉપલબ્ધ નથી. ભૂપેન્દ્ર પટેલ અને મોદી વચ્ચે આ બીજી મુલાકાત છે. એવું પણ જાણવા મળ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ બેઠકનો ભાગ હતા.

બેઠકનો એજન્ડા આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આસપાસ છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી 10 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં કરવાના છે. ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વિવિધ રાષ્ટ્રોના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ ભારત અનેવિદેશની કંપનીઓ સીઈઓ સાથે સમિટમાં ભાગ લેશે.
વડાપ્રધાન ટૂંક સમયમાં ગુજરાતમાં રાજકોટ એઈમ્સ અને સાબરમતીમાં મલ્ટી-મોડલ હબ અને બેટ દ્વારકા-ઓખા દરિયાઈ પુલ સહિત અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરે તેવી પણ શક્યતા છે.
લોકસભાની સામાન્ય ચૂંટણીને છ મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે, અને વિપક્ષના બે ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન વચ્ચે બેઠક પણ થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
