ભાજપના નેતાઓ સહકારી ક્ષેત્રમાં કબજો કરી મલાઇ ખાવા માંગે છેઃ મોઢવાડીયા
ભાજપાના અનેક નેતાઓ પર ભ્રષ્ટાચાર કરવાના દસ્તાવેજી પુરાવા છે પરંતુ તેમના પર કોઈ પગલા લેવામાં આવતા નથી જ્યારે બીજી બાજુ બનાવટી કેસ બનાવી ભાજપા અનુકુળ ન થાય, મદદ કરતા ન બને, નડતરરૂપ થાય તેવા લોકોને હેરાનગતિ કરી રહી છે.
ભાજપની કિન્નાખોરી વાળી નીતિ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સૌથી મોટી પ્રતિષ્ઠિત ડેરી જે પશુપાલકોને મંડળીના સભ્યો માટે ઉત્તમનમૂના રૂપ કામગીરી કરી હતી તે દૂધ સાગર ડેરીના સ્થાપક માનસિંહ પટેલ હતા. અમૂલને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા દૂધ સાગર ડેરીના સંચાલકો અને પશુપાલકોનો મોટો ફાળો છે. વર્તમાન સરકાર અમુલ ડેરીનો પરોક્ષ રીતે કબજો ભાજપના નેતાને આપવા માંગે છે અને અમુલની કરોડોની મિલકતમાંથી મલાઈ ખાવા માંગી રહ્યાં છે.

ભાજપાના અનેક નેતાઓ પર ભ્રષ્ટાચાર કરવાના દસ્તાવેજી પુરાવા છે પરંતુ તેમના પર કોઈ પગલા લેવામાં આવતા નથી જ્યારે બીજી બાજુ બનાવટી કેસ બનાવી ભાજપા અનુકુળ ન થાય, મદદ કરતા ન બને, નડતરરૂપ થાય તેવા લોકોને હેરાનગતિ કરી રહી છે. ડેરીના સંચાલકો, પશુપાલકો ભાજપની કિન્નાખોરીવારી નીતિરીતિથી હેરાન પરેશાન છે. ભાજપની આ કિન્નાખોરીના ભાગરૂપે મારા ઉપર સમન્સ મોકલવાની વિગતો મીડીયાના માધ્યમોથી જાણવા મળી છે પરંતુ આ સમન્સ હજુ સુધી મને મળ્યું નથી જે સ્પષ્ટ બતાવે છે કે, ભાજપ મીડીયા ટ્રાયલ ચલાવી રાજકીય નુકસાન કરવાનો બદઈરાદો હોય તેમ જણાઈ રહ્યો છે. જે વખતે ડેરીમાં વિપુલ ચૌધરી કાર્યરત હતા ત્યારે ભાજપ અને તેના નેતાઓ દ્વારા કિન્નાખોરી રાખીને વિપુલ ચૌધરીને પાડી દેવા તેમજ ડેરીને પણ પાડી દેવાની કામગીરી થઈ હતી. અમે આજે પણ એ વાતને વળગી રહીએ છીએ કે, પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ઉમદા કામ કરતા વિપુલ ચૌધરીના અનુભવોનો ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે ઉપયોગ થવો જોઈતો હતો.
સહકારી અને સરકારી મિલકતોમાંથી મલાઈ ખાવા ટેવાયેલા ભાજપના નેતા - આગેવાનોએ માત્ર રાજકીય કિન્નાખોરીને ધ્યાને રાખીને સમન્સની વિગત મીડીયામાં મોકલાવી હોય તેવુ સ્પષ્ટ જણાય છે. હજુ સુધી આ અંગેનું કોઈપણ કાગળ, પત્ર કે સમન્સ મને મળેલ નથી. જે ભાજપની સુનિયોજીત રીતે રાજકીય કિન્નાખોરી રાખીને ચારિત્ર્યખંડન કરવા માંગતી હોય તેમ જણાય છે ત્યારે મારી ભાજપ સરકારને ખુલ્લી ચેતવણી છે કે, તેમણે કિન્નાખોરીની તમામ હદ વટાવી છે ત્યારે આ પ્રકારના રાજકીય હથકંડાઓ બંધ કરી તંદુરસ્ત લોકશાહી રીતે રાજકીય હરીફાઈ કરે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
