ચાર બેઠકોની સાથે પહેલી જંગ માટે ભાજપના 87 ઉમેદવાર સજ્જ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં લડવા માટે ઉતરનારા ઉમેદવારોના નામની યાદી ભાજપે ગુરુવારે રાત્રે જાહેર કરી હતી. પ્રથમ તબક્કાની 87 બેઠકો પૈકી ભાજપે માત્ર 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે કેશોદ(88), ધોરાજી(75), ગોંડલ(73) અને ગારિયાધાર(101)બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં બાકી રાખ્યા હતા. આમ કરવાના સંભવિત પરિબળો અને કારણે એકથી વધારે છે. જો કે પ્રથમ દ્રષ્ટિએ જોઇએ તો આ એવી બેઠકો છે જેના પર ભાજપને કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જોકે ગઇકાલે ભાજપે બાકી રહેલી ચારેય બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી.
ધોરાજી(75)ની બેઠક પર વર્ષ 2007માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા જીત્યા હતા. તેમની સામે મજબૂત ઉમેદવાર તરીકે હરિભાઇ પટેલને મૂકવાનો ભાજપે નિર્ણય કર્યો છે. ગોંડલ(73)ની બેઠક પર કોંગ્રેસે એનસીપીના ઉમેદવાર ચંદુ વઘાસિયાને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. જેની સામે ભાજપે જયરાજસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા છે. ભાજપે રણનીતિ ઘડીને પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.
આ વખતે ભાજપે કેશુભાઇ પટેલને કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર જોખમ લેવાનું સાહસ કરવાનું ટાળ્યું છે. આ કારણે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ઉમેદવારો રિપિટ કર્યા છે. કેશોદ(88)ની બેઠક પર વર્ષ 2007માં ભાજપના એસસી આગેવાન મકવાણા વંદનાબહેન મનસુખભાઇ જીત્યા હતા. આ વખતે તેમાં જીતની શક્યતા નબળી જણાઇ રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
