ગુજરાતમાં ભાજપનું ક્લિન સ્વિપ, ત્રણ સીટ પર સત્તાવાર જીત જાહેર
ગુજરાતમાં ભાજપનું ક્લિન સ્વિપ, ત્રણ સીટ પર સત્તાવાર જીત જાહેર
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની જે આઠ સીટ પર પેટાચૂંટણી થઈ હતી તેનાં પરિણામ આવી રહ્યાં છે. તમામ સીટના પરિણામ સ્પષ્ટ છે, ભાજપ પક્ષ ગુજરાતમાં ક્લિન સ્વિપ કરતો દેખાઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શકે તેવી હાલતમાં નથી. 2017ની વિધાનસભા ચૂંટણી પર આ તમામ આઠ સીટ કોંગ્રેસના કબ્જામાં હતી, જો કે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામાં આપતાં આ આઠેય સીટ ખાલી થઈ હતી અને હવે પેટાચૂંટણીમાં ભાજપે આ આઠેય સીટ કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે.

લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગમાં ભાજપની સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે. તમામ સીટો પર કોંગ્રેસના ઉમેદવાર હાર્યા છે. કોંગ્રેસ માટે એક નેશનલ પાર્ટી તરીકે શર્મનાક બાબત કહેવાય કે તેમના ઉમેદવાર કરતાં અપક્ષ ઉમેદવારને વધુ વોટ મળે. ત્યારે રાજ્ય કોંગ્રેસના મોવડી મંડળના આયોજન પર પણ સવાલ ઉઠે છે. પ્રી ઈલેક્શન પ્લાન કોંગ્રેસનો સંપૂર્ણ નિષ્ફળ નિવળ્યો છે. હાર બાદ કેટલાક કોંગ્રેસી નેતાઓએ ભાજપે પૈસાના દમે ચૂંટણી જીતી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
Recommended Video

પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કયા કારણોસર હાર્યા તે અંગે અમે અભ્યાસ કરશું અને એ બાબતે આગળ કામ કરશું.
બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જીત નક્કી થઈ જતાં પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમ્યાન તેમણે કહ્યું હતું કે, આ જનતાએ અમારા પર ભરોસો જતાવ્યો છે, 2022 પહેલાનું આ ટ્રેલર છે. કોંગ્રેસ પડકાર ફેંકતાં કહ્યું હતું કે સંયમ ગુમાવશો નહિ.
જણાવી દઈએ કે ચૂ્ંટણી પંચે અબડાસા, મોરબી અને કરજણ બેઠક પર ભાજપના ઉમેદવારની સત્તાવાર જીત જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર સત્તાવાર પરિણામ જાહેર કર્યું. આ સીટો પર ભાજપના પ્રદ્યુમ્નસિંહ જાડેજા, બ્રિજેશ મેરજા અને અક્ષય પટેલની જીત થઈ છે. ત્યારે ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજી 5 સીટ પર સત્તાવાર પરિણામ જાહેર થવાનું બાકી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
