ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હવે પશ્ચિમ તરફ ફંટાઈને ઓમાન તરફ આગળ વધી રહી છે. જો કે, તેની અસર હજુ પણ ગુજરાતમાં વર્તાશે, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે.
મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ સિસ્ટમથી વધુ પ્રભાવિત થયા છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં હજુ પણ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદનું અનુમાન છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, ખેડા અને આણંદમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન અનુસાર, 26 અને 27 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે. સિસ્ટમ ઓમાન તરફ આગળ વધતાં ગુજરાતમાં વરસાદ ઘટશે, પરંતુ આગામી આખા સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
આરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જે ભારે વરસાદની સંભાવના દર્શાવે છે.
આજે રાજ્યના 24 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
