ઉંજામાં હાર્દિકના પોસ્ટર પર કાળી શ્યાહીથી મો કાળુ કરાયુ
કૉંગ્રેસથી નારાજ થઇને પાટિદાર યુવા નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા પાટીદાર સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉંજાના ઉનાવામાં હાર્દિક પટેલના ભાજપ પ્રવેશના પોસ્ટર લગાવામાં આવ્યા હતા. જ્યાં ધનજ
કૉંગ્રેસથી નારાજ થઇને પાટિદાર યુવા નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા પાટીદાર સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉંજાના ઉનાવામાં હાર્દિક પટેલના ભાજપ પ્રવેશના પોસ્ટર લગાવામાં આવ્યા હતા. જ્યાં ધનજી પટેલ નામના શખ્સ દ્વારા થાંભલા પર ચડીને હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી સહીથી હાર્દિકના પોસ્ટર મોઢુ કાળુ કરી નાખ્યું હતુ.

હાર્દિક પટેલે ભાજપ જોઇન કરતા ચારે કોરથી નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે. ભાજપમાં પણ આંતરીક બે જૂથો જોવા મળ્યા હતા. તો પાટીદારો હાર્દિકથી ભારે નારાજ છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના સહારે મોટો નેતા બની શક્યો હતો. તેનું આંદોલન ભાજપની સરકાર સામે હતુ. આ આંદોલન દરમિયાન 14 પાટીદારોના યુવાનોના મોત પણ થયા હતા. આ તમામ બબતોને લઇને પાટીદરા સમાજમાં તેનો ભારોભાર વિરોધ થઇ રહ્યો છે.
હાર્દિકે પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર સમાજને અસામાજીક તત્વો સાથે કરતા પણ પાટીદારો નારાજ થયા હતા. તેને લઇને હાર્દિક પટેલના પુતળાને જાહેરમાં ફાંસી આપીને વિરોધ નોધવામાં આવ્યો હતો.
હાર્દિક પટેલે પોતાના આંદોલનની શરૂઆત ઉત્તર ગુજરાતથી જ કરી હતી. જેમા મહેસાણા મુખ્ય કેન્દ્ર હતુ. ત્યારે મહેસાણા ઉંજા સહિતના વિસ્તારોમાં હાર્દિકને ભારે સમર્થન મળ્યું હતુ. ત્યારે આજે આ વિસ્તારોમાં હાર્દિકનો ભારે વિરોધ થઇ રહ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
