ગુજરાત સરકારે વિવિધ વર્ગના નાગરિકોના સોશિયલ-ઈકોનોમિકલ અપલિફટમેન્ટનું કામ કર્યું છે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ગુજરાતની જનતાને જે ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે, તેના પરિણામે યોજના-વિકાસકામોનો લાભ છેક છેવાડાના નાગરિક સુધી સુપેરે પહ
રાણાસમાજનું સ્નેહમિલન ગાંધીનગર ખાતે યોજાયું હતું જેમા હાજર રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની જનતાને જે ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે, તેના પરિણામે યોજના-વિકાસકામોનો લાભ છેક છેવાડાના નાગરિક સુધી સુપેરે પહોંચતા થયા છે. પ્રધાનમંત્રી જનધન યોજના, કિસાન સન્માનનિધિ યોજના, વગેરે દ્વારા ગુજરાત સરકારે વિવિધ વર્ગના નાગરિકોના સોશિયલ-ઈકોનોમિકલ અપલિફટમેન્ટનું કામ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે આયોજિત રાણા સમાજના સ્નેહમિલનમાં સંબોધન કરી રહ્યા હતા. રાણા સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ભાવસભર અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યા બાદ ભારતવાસીઓએ અનેક મોટા અને લાભદાયી પ્રશાસનિક પરિવર્તનોની અનુભૂતિ કરી છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનના દિશા-દર્શનમાં દેશમાં ડિજિટલ ક્રાન્તિ થઈ, દેશમાં રિન્યુએબલ ઉર્જાના વપરાશનું ચલણ વધ્યું છે અને ભારતની પ્રતિષ્ઠા વિશ્વભરમાં નવી ઊંચાઈઓને પામી છે. વિશાળ ભૂ-ભાગ અને મોટી સંખ્યામાં વસતી ધરાવતો દેશ વિકસિત બનશે કે કેમ તેવા પ્રશ્નો વચ્ચે આદરણીય મોદીજીએ દેશનું નેતૃત્વ કરી એક ભારત-શ્રેષ્ઠ ભારતને સાકાર કર્યું છે.
તેમણે ઉમેર્યું કે, યોગ્ય નેતા-લીડર મળે તો એક દેશ કેવા ક્રાન્તિકારી પગલાં ભરી શકે અને વિકાસના માર્ગે હરણફાળ ભરી શકે તેની પ્રતિતિ દેશવાસીઓને છેલ્લાં ૮ વર્ષમાં થઈ છે. દરેક સમાજને સાથે રાખી સૌનો સાથ-સૌનો વિકાસ સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે.
રાણા સમાજના અગ્રણી અને પૂર્વ મંત્રી રણજીતભાઈ ગિલીટવાલાએ કહ્યું કે, રાણા સમાજ શિક્ષિત અને દિક્ષિત બની વિકાસના પંથે અગ્રેસર બન્યો છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ રાણા સમાજ વધુ સક્ષમ અને સબળ બન્યો છે.
સંત જ્ઞાનેશ્વરદાસજી મહારાજે કહ્યું કે, રાણા સમાજ ધર્મપ્રેમી સમાજ છે. ગુજરાત સરકારના સર્વસમાવેશી વિકાસના વલણને પરિણામે રાણા સમાજને પાછલા બે દાયકામાં આવશ્યક તમામ મદદ-સહકાર મળ્યા છે.
ધારાસભ્ય અરવિંદભાઇ રાણાએ કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતનો જે વિકાસ થયો છે. તેના પરિણામે સૌ સમાજ-વર્ગોનું સમર્થન બે દાયકાથી ભાજપા સરકારને મળી રહ્યું છે, અને આગળ પણ મળશે તેવું તેમણે ઉમેર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
