રાજકોટ પાસેના આજી-2 ડેમમાં ડૂબવાથી 4 વિદ્યાર્થિનીઓના મોત
રાજકોટ, 7 ઓગસ્ટ : આજે રાજકોટ જિલ્લાના ઇશ્વરીયા ગામ પાસે આવેલ સિંચાઇ હેઠળના આજી - 2 ડેમમાં ડૂબી જવાથી 4 વિદ્યાર્થિનીઓના કરુણ મોત નીપજ્યાં છે. આજે બપોર બાદ અંદાજે 4.30 કલાકની આસપાસ રાજકોટની સેન્ટ તુલસી સ્કુલની હોમ સાયન્સમાં અભ્યાસ કરતી 4 યુવતીઓ પીકનીક કરવા આજી 2 ડેમમાં ગઇ હતી. જ્યાં ડૂબી જવાથી તેમનાં કરૂણ મોત નિપજયાં હતાં.
આ બનાવની જાણ થતા તરત જ રાજકોટ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓ ભીખાભાઇ ઠેબા તથા કિરીટભાઇ કોલીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે આજે સાંજે 4.30 વાગે ફાયર બ્રિગેડને આજી ડેમમાં 4 યુવતીઓ ડૂબી ગયાની જાણ થતા ફાયર બ્રિગેડની રેકસ્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

જો કે ત્યાં સુધીમાં તમામ 4 યુવતીઓ મૃત્યુ પામી હતી. ડેમમાંથી 4 યુવતીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ સેન્ટ તુલસીની કુલ 8 જેટલી યુવતીઓ આજે બપોરે આજી-2 ખાતે પીકનીક માટે આવી હતી.
આ દરમિયાન ચાર યુવતીઓ ન્હાવા પડી હતી. વરસાદને પગલે ઉંડા થયેલા પાણી સામે યુવતીઓ ટકી શકી ન હતી અને પાણીમાં ગરક થઇ ગઇ હતી. આ ચાર મૃતક યુવતીઓમાં રીયા, શિવાની, વિભુતીબા મહિપતસિંહ જાડેજા અને ખુશ્બુનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
