અમદાવાદમાં આજે તાપમાન 45 ડિગ્રી થવાની આગાહી, તૂટ્યો 10 વર્ષનો રેકૉર્ડ
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ગરમીએ પોતાનુ રૌદ્ર સ્વરુપ બતાવવાનુ શરુ કરી દીધુ છે. જાણો હવામાન અપડેટ.
અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ગરમીએ પોતાનુ રૌદ્ર સ્વરુપ બતાવવાનુ શરુ કરી દીધુ છે. આજે રાજ્યના 9 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યો હતો. અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન સાથે ગરમીએ છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકૉર્ડ તોડ્યો હતો. વળી, 44.5 ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ ગરમી નોંધવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લા તેમજ કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

10 વર્ષમાં એપ્રિલમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો હોય એવુ પહેલી વાર બન્યુ છે. સામાન્ય રીતે અમદાવાદમાં મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જતો હોય છે પરંતુ આ વખતે એપ્રિલમાં જ રેકૉર્ડ તૂટી રહ્યો છે. 27 એપ્રિલ, 1958ના રોજ 46.2 ડિગ્રી સાથે અમદાવાદમાં ઓલટાઈમ હાઈએસ્ટ ગરમીનો રેકૉર્ડ નોંધાયો હતો. આ 64 વર્ષનો પણ રેકૉર્ડ તૂટે તેવી સંભાવના હાલમાં પડી રહેલી ગરમીનો જોતા જણાઈ રહી છે.

તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે
અમદાવાદમાં આજે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન મુજબ અમદાવાદમાં આગામી 18 એપ્રિલ સુધી તાપમાન 41 ડિગ્રીથી નીચે જવાની સંભાવના નથી.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયુ એલર્ટ
આજે અમદાવાદ અને કંડલા ઉપરાંત અમરેલી, જૂનાગઢ, ગાંધીનગર, પાટણ , ડીસા, રાજકોટ, વડોદરામાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર થયુ હતુ. રાજકોટમાં 43.7 ડિગ્રી, ગાંધીનગરમાં 43.8 ડિગ્રી સાથે બે વર્ષ બાદ એપ્રિલમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં મોટા પરિવર્તન થવાની સંભાવના નહિવત છે પરંતુ 3 દિવસ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. શનિવાર અને રવિવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જ્યારે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
