Mission Chandrayaan 3 : અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાશે વિવિધ કાર્યક્રમો
Mission Chandrayaan 3 : મિશન ચંદ્રયાનના લાઈવ સ્ટ્રીમિંગ ઉપરાંત રોકેટ લોન્ચિંગ, રોકેટ મેકિંગ, વોકિંગ ઓન મૂન સહિતના વિષયો પર વર્કશોપ્સ યોજાશે. ભારતના અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિશન ચંદ્રયાન-૩ના લેન્ડિંગની ઘડીઓ ગણાઈ રહી છે.
સમગ્ર દેશમાં મિશનની સફળતા માટે પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે. ચંદ્રયાન-૩ના લેન્ડર અને રોવરનું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ સહુ ભારતીયો માટે ગૌરવવર્ધક ક્ષણ હશે.

નાગરિકોની અંતરિક્ષ વિજ્ઞાનલક્ષી જિજ્ઞાસાને પોષવા માટે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
23 ઓગસ્ટ, બુધવારના રોજ ભારતનું મિશન ચંદ્રયાન નિર્ણાયક તબક્કામાં હશે, ત્યારે સાયન્સ સિટી કેમ્પસ ખાતે એમ્ફી થિયેટરમાં સાંજે 5:30થી 7:30 દરમિયાન મિશન ચંદ્રયાનનું લાઈવ સ્ટ્રીમિંગ દર્શાવવામાં આવશે.
આ ઉપરાંત રોકેટ લોન્ચિંગ, રોકેટ મેકિંગ, વોકિંગ ઓન મૂન સહિતના વિષયો પર વર્કશોપ્સ યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ સહિત નાગરિકો જોડાઈ શકશે.
આ ઉપરાંત અંતરિક્ષ વિજ્ઞાનના નિષ્ણાતો 'મિશન ચંદ્રયાન'ના પડકારો બાબતે ઉપસ્થિત લોકોને રસપ્રદ માહિતી આપશે. સાથોસાથ ચિત્રસ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. આમ, સમગ્ર દિવસ દરમિયાન સાયન્સ સિટી ખાતે રસપ્રદ કાર્યક્રમોની હારમાળા રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
