Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, ઘરોમાં પાણી, સિઝનનો 98% વરસાદ
Ahmedabad Rain: રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી વરસાદનુ રૌદ્ર રુપ જોવા મળી રહ્યુ છે. હજુ આગામી દિવસોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરુ છે.
શહેરના એસ.જી. હાઈવે, પ્રહલાદનગર, સેટેલાઇટ, ઇસ્કોન વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યો છે અને સાથે સાથે સુસવાટાભેર પવન પણ ફૂંકાયો હતો. આજે બીજા દિવસે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની તમામ પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક, સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોના આચાર્યને રજા માટે સૂચના આપી દેવામાં આવી હતી. શનિવાર રાતથી મંગળવાર સાંજ સુધીમાં અમદાવાદ શહેરમાં 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. જે વર્ષની સરખામણીમાં 7.08 ઈંચ એટલે કે 28 ટકા વધુ વરસાદ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સરેરાશ 32.12 ઈંચ વરસાદ થયો છે. જે ગયા વર્ષે 25.04 ઈંચ હતો.
અમદાવાદમાં કૂલ વરસાદના 32.59 ટકા વરસાદ નોંધાયો હતો. જે મુજબ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો 98.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગયા વર્ષ કરતા 28 ટકા વધુ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા સિઝનનો સરેરાશ વરસાદ 65.81 ટકા હતો, જે વધીને હવે 98.40 ટકા થઈ ગયો છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા અતિશય વરસાદના કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ઉત્તર ઝોનમાં 14 જગ્યાએ રોડ બેસી ગયા હતા. પૂર્વ ઝોનમાં 125 જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદ મળી હતી. વળી, 88 જગ્યાએ વૃક્ષો પડવાની ફરિયાદો મળી હતી. જેમાં વધુ મધ્ય ઝોનમાં 27 જેટલા ઝાડ પડી ગયા હતા. ભયજનક મકાનો અંગેની 28 ફરિયાદોમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 10 ફરિયાદો હતી. શહેરમાં ઘણી જગ્યાએ ભૂવા પડી ગયા છે.
મણિનગરમાં પાણીમાં કાર ફસાઈ જતા કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. કારમાં ફસાયેલા 5 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ભારે વરસાદ થતા પાણીમાં કાર ફસાઈ હતી.
દાણીલીમડા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરીને નુકશાન થયુ હતુ. વળી, હાટકેશ્વર, ખોખરા અને મણિનગર, સરસપુરમાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. વળી, આઈકોનિકલ રોડ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોના વાહન પાણીમાં ફસાઈ ગયા હતા.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં








Click it and Unblock the Notifications
