અમદાવાદમાં સાયન્સ સિટીના ટિકિટ દરમાં થયો મોટો ઘટાડો, જાણો શું છે ભાવ
અમદાવાદ સાયન્સ સિટીના આકર્ષણોના ટિકિટ દરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
અમદાવાદઃ અમદાવાદ સાયન્સ સિટીના આકર્ષણોના ટિકિટ દરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સાયન્સ સિટીના આકર્ષણોની ટિકિટ અગાઉ 900 રૂપિયા હતા જે હવે 499 રૂપિયા કરી દેવામાં આવી છે. મુલાકાતીઓને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. સાયન્સ સિટીમાં હવે 499ના દરે મુખ્ય પ્રવેશ મળશે સાથે એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, 5ડી થિયેટર, 1 વીઆર રાઈડ, થ્રીલ રાઈડ, મિસન ટુ માર્સ રાઈડ, 4ડી થિયેટર,અર્થક્વેક એક્સપીરિયન્સ રાઈડ અને કોલ માઈન રાઈડનો લાભ લઈ શકાશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ચાર દિવસ માટે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કૉન્ફરન્સી શરૂઆત થઈ છે. વર્ચ્યુઅલ માધ્યમથી આ કૉન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ કૉન્ફરન્સમાં દેશ વિદેશ અને રાજ્યના 658 બાળ વૈજ્ઞાનિકો પોતાના સંશોધને રજૂ કરશે. ત્યારે સાયન્સ સિટીમાં અવનવા આકર્ષણ નિહાળવા આવતા મુલાકાતીઓ માટે ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે માત્ર 499 રૂપિયામાં તમામ રાઈડ, થિયેટર સહિતના આકર્ષણો નિહાળી શકાશે.
મંગળવારથી શુક્રવાર સુધી કોમ્બો ઓફરનો લાભ મળશે. શનિવાર, રવિવાર ઉપરાંત જાહેર રજાના દિવસે ટિકિટનો દર 699 રૂપિયા રહેશે. અગાઉ એક એક આકર્ષણ જોવા માટે પ્રત્યેક મુલાકાતીને 250 રૂપિયાની ટિકિટ લેવી પડતી હતી. ટિકિટના દર વધુ હોવાના કારણે મુલાકાતીઓ અમુક આકર્ષણ જોવાનુ ટાળતા હતા. આ કોમ્બો ઓફરના લીધે સાયન્સ સીટીમાં આવનારા મુલાકાતીઓની સંખ્યાાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે સાયન્સ સિટીમાં 250 કરોડના ખર્ચે નિર્માણીધીન એક્ટવેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે. એક્વેટીક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની 16 જુલાઈથી લોકો માટે ખુલ્લુ મુકાયુ હતુ. જેમાં દુનિયાના વિવિધ મહાનગરો, ઝોનમાંથી વિશેષ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓને સમાવેશ કરવામાં આવ્યો હતો. સાયન્સ સિટીમાં બાળકોથી લઈને તમામ વયની વ્યક્તિઓમાં પર્યાવરણ અને વિજ્ઞાન ક્ષેત્રે રોમાંચ ઉભા કરે તેવા પ્રકારનુ ડેવલપમેન્ટ કરવામાં આવ્યુ છે. અહીં મુખ્ય પ્રોજેક્ટ્સ કુલ 400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
