આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર પૉપ સિંગર બન્યાં બ્રિટની
મુંબઈ, 14 ડિસેમ્બર : પૉપ સંગીતની દુનિયામાં સનસનાટી મચાવનાર બ્રિટની સ્પીયર્સના કરોડો દીવાનાં છે. તેમની એક ઝલક પામવા લોકો કંઈ પણ કરવાં તૈયાર રહે છે. એટલે જ તો મોસ્ટ ડિમાન્ડિંગ સિંગર બ્રિટની સ્પીયર્સના શોમાં કરોડોની ભીડ હોય છે. તથી જ તેઓ સૌથી વધુ કમાણી કરનાર મહિલા સિંગર છે. આ અમારું નહીં, પણ આમ કહેવું છે ફોર્બ્સ મૅગેઝીનનું. તેના મુજબ વર્ષ 2012ના સૌથી વધુ કમાણી કરનાર મહિલા સંગીતજ્ઞ બ્રિટની સ્પીયર્સ છે.

આપને જાણીને આશ્ચર્ય થશે કે બ્રિટની સ્પીયર્સે આ વર્ષે કોઈ પણ નવું આલબમ બહાર નથી પાડ્યું અને નથી કોઈ સ્ટેજ શો કર્યાં. છતાં સ્પીયર્સે આ વર્ષે 5.8 કરોડ ડૉલર કમાવ્યાં છે. આની પાછળનું કારણ તેમનું ગત વર્ષનું ફેમે ફેટલ ટૂર છે કે જેણે 6.87 કરોડ ડૉલરની કમાણી કરી હતી. જે રીતે લોકો બ્રિટનીના દીવાનાં છે, તેવી જ રીતે લોકો તેમની કાયાને પણ પસંદ કરે છે. ગત વર્ષે લોકોને તે વખતે મોટો શૉક લાગ્યો હતો કે જ્યારે બ્રિટની સ્પીયર્સે જાહેરાત કરી હતી કે તેઓ લગ્ન કરવા જઈ રહ્યાં છે.
બ્રિટનીએ જણાવ્યુ હતું કે તેઓ પોતાના એજંટ તથા બૉયભ્રેન્ડ ટૅવિક સાથે લગ્ન કરવાનાં છે. જોકે બ્રિટનીનું જીવન કાયમ રંગીન જ રહ્યું છે. તેઓ અગાઉ પણ બે વાર લગ્ન કરી ચુક્યાં છે. તેમણે પ્રથમ લગ્ન 55 કલાક માટે પોતાના બાળપના મિત્ર જૅસન એલેક્ઝેંડર અને બીજા લગ્ન બે વર્ષ માટે ડાંસર કેવિન ફેડરલીન સાથે કર્યા હતાં. પોતાના સંબંધો જગજાહેર કરી બ્રિટની સ્પીયર્સે પોતાના બૉયફ્રેન્ડ જેસોન ટ્રાવિક સાથે વીડિયો ક્રિમિલ માટે ખૂબ જ ઉત્તેજક દૃશ્યો આપ્યા હતાં. તેના કારણે આ વીડિયો રિલીઝ કરવામાં મુશ્કેલીઓ આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
