Year Ender 2024 : આ છે 2024 ના સૌથી ચર્તિત વિવાદ, પૂનમ પાંડેએ તો હદ કરી દીધી
Year Ender 2024 : 2024 નું વિતી રહેલુ વર્ષ વિવાદોનું ઘર રહ્યું છે. આ વર્ષે કેટલાક એવા વિવાદ સામે આવ્યા જેને હંગામો મચાવી દીધો.
આ વર્ષે ફિલ્મો સાથે સાથે ફિલ્મી સ્ટાર્સના વિવાદોએ પણ મોટો હંગામો સર્જ્યો. આ વિવાદોમાં પૂનમ પાંડેથી લઈને કંગના રનૌતની ખુબ ચર્ચા થઈ.

કંગના રનૌતને થપ્પડ પડી
આ વર્ષે સૌથી વધુ ચર્ચા જો કોઈ વિવાદની થઈ હોય તો તે છે કંગના રનૌતને પડેલી થપ્પડની. દેશના ખેડૂતોને આતંકવાદી કહેનારી કંગનાને એક ખેડૂતની દિકરીએ ઔકાત દેખાડી દીધી. એરપોર્ટ પર પડેલી થપ્પડ વિવાદની જેમ જ કંગના પણ ક્યારેય નહીં ભુલે.
પૂનમ પાંડેના મોતની અફવા
2 ફેબ્રુઆરીએ એક સમાચાર આવ્યા અને પુરો દેશ હલી ગયો. હકિકતમાં અભિનેત્રી પૂનમ પાંડેએ તેના મોતના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. એક પોસ્ટમાં સર્વાઇકલ કેન્સરથી મોત થયુ હોવાનું જણાવાયુ હતુ.
જો કે અભિનેત્રીએ ઇન્સ્ટા પર લાઇવ કર્યું અને જાહેરાત કરી કે તે જીવતી છે અને સલામત છે. તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે આ સ્ટંટ કર્યો હોવાનો ખુલાસો કર્યો.
કંગના રનૌતની ઈમરજન્સી ફિલ્મનો વિવાદ
ફિલ્મ ઈમરજન્સી શરૂઆતમાં 6 સપ્ટેમ્બરે રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે તે વિવાદોમાં ફસાઈ ગઈ. આ ફિલ્મ ત્યારે વિવાદમાં આવી જ્યારે કેટલાક શીખ સંગઠનોએ તેનો વિરોધ કર્યો અને તેના પર શીખ સમુદાયને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો. હવે ફિલ્મની રિલીઝ ડેટ 25મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.
રવિના ટંડન પર વિવાદ
રવિના ટંડનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે રોડ રેજની ઘટનામાં સામેલ જોવા મળી હતી. અભિનેત્રી અને તેના ડ્રાઈવર પર મુંબઈમાં ઝડપના આરોપો વચ્ચે ટોળા દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો.
વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક સ્થાનિક લોકો રવિના અને તેના ડ્રાઈવર પર ત્રણ મહિલાઓ પર હુમલો કરવાનો આરોપ લગાવતા જોવા મળે છે. આ ઘટના મુંબઈના કાર્ટર રોડ પર રિઝવી કોલેજ નજીક તેમના નિવાસસ્થાન પાસે બની.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ડિવોર્સ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અભિષેક અને ઐશ્વર્યા અલગ-અલગ પહોંચ્યા હતા. જે બાદ તેમના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું. જો કે, આ કપલે એક ઈવેન્ટમાં સાથે આવીને છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
