Year Ender 2024 : આ વર્ષે બોલિવૂડમાં આ નવા સ્ટાર્સે પોતાનો દમ દેખાડ્યો, જુઓ લિસ્ટ
Year Ender 2024 : 2024 નું વર્ષ પુરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. વિતી રહેલુ વર્ષ વિવિધ ક્ષેત્રો માટે ખાસ રહ્યું છે.
આ વર્ષ ફિલ્મી દુનિયા માટે શાનદાર રહ્યું છે. કેટલીક ફિલ્મોએ પોતાનો દંડો વગાડ્યો તો બીજી તરફ ઘણા ઉભરતા સિતારાઓએ તેમનો દમ દેખાડ્યો.

આ વર્ષે બોલિવૂડમાં ઓળખ મેળવનારા લોકોમાં કેટલાક સામાન્ય છે તો કેટલાક ફિલ્મી કલાકારોના પરિવારોમાંથી આવે છે. આ વર્ષે એક ન્યુકર્મસની ફિલ્મે ઓસ્કાર સુધી પોતાનો ડંકો વગાડ્યો છે.
લક્ષ્ય લાલવાણી
ટીવી શો અધુરી કહાની હમારી અને પરદેશમાં કામ કરી ચૂકેલા લક્ષ્યે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું. તેની ફિલ્મ કિલ આ વર્ષે રિલીઝ થઈ. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને ગુનીત મોંગાએ કર્યું છે. ફિલ્મની એક્શનને ખૂબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મની રિમેક પણ હોલીવુડમાં બનવા જઈ રહી છે.
પ્રતિભા રાંટા
પ્રતિભા રાંટાએ લાપ્તા લેડીઝમાં જયાના પાત્રને ભજવ્યું અને દર્શકોને ખુબ જ પસંદ આવ્યુ. આ પછી તેણે હીરામંડીમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો. આ સિવાય હવે પ્રતિભા અલગ-અલગ પ્રોજેક્ટમાં જોવા મળવા જઈ રહી છે.
નિતાંશી ગોયલ
નિતાંશી લાંબા સમયથી ફિલ્મોમાં સક્રિય છે પરંતુ તેને લાપતા લેડીઝના ફૂલના પાત્રથી ઓખળ મળી. તેનું નિર્દેશન કિરણ રાવે કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષે ઓસ્કાર માટે ભારતમાંથી સત્તાવાર રીતે મોકલવામાં આવી હતી. જો કે હવે તે આ રેસમાંથી બહાર થઈ ગઈ.
જુનેદ ખાન
જુનૈદ આમિર ખાનનો પુત્ર છે અને એક મજબૂત અભિનેતા સ્થાપિત થયો છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ મહારાજથી કરી હતી. આમાં તેને ઘણી પ્રશંસા મળી. આ દિવસોમાં તે લવ ટુડેની રિમેકમાં કામ કરી રહ્યો છે. આમાં ખુશી કપૂર તેની સાથે જોવા મળશે. આ તેની પ્રથમ થિયેટર રિલીઝ ફિલ્મ હશે. તે પ્રિતમ પ્યારે નામની ફિલ્મમાં પણ જોવા મળશે.
અભય વર્મા
મુંજ્યા રેકોર્ડ તોડ કમાણી કરીને ખુબ ચર્ચામાં રહી. આ ફિલ્મે બજેટ કરતાં ચાર ગણી કમાણી કરી. આ એક હોરર કોમેડી ફિલ્મ છે, તેમાં શર્વરી વાઘ અને મોના સિંહ પણ હતા. આ ફિલ્મથી અભયે જોરદાર એન્ટ્રી કરી. આ કારણે તેને શાહરૂખ ખાનની કિંગમાં પણ કાસ્ટ કરવામાં આવ્યો છે.
પશ્મિના રોશન
હૃતિક રોશનની ભત્રીજી પશ્મિનાએ ઇશ્ક વિશ્ક રિબાઉન્ડથી ડેબ્યૂ કર્યું. આ એક સિક્વલ ફિલ્મ છે. જોકે આ ફિલ્મ ચાલી નહીં પરંતુ પશ્મિનાની પ્રશંસા થઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
