Year Ender 2024 : 2024 માં આ સેલેબ્રિટી કપલે ડિવોર્સની જાહેરાત કરી, આ કપલ સૌથી વધુ ચર્ચામાં રહ્યું
Year Ender 2024 : બોલિવૂડ માટે 2024 નું વર્ષ ઘણી રીતે ચર્ચામાં રહ્યું છે. આ વર્ષે ઘણી શાનદાર ફિલ્મો આવી અને કેટલાય મોટા વિવાદો છવાયેલા રહ્યાં.
2024 માં પણ ઘણા સ્ટાર કપલ સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યાં. વર્ષે પણ ઘણા કપલે ડિવોર્સની જાહેરાત કરીને લોકોને ચૌકાવ્યા.

આ લિસ્ટમાં હાર્દિક પંડ્યાથી લઈને એ આર રહેમાન જેવા ઘણા નામ સામેલ છે. આ જોડીઓએ 2024માં પોતાના રસ્તા અલગ કરી લીધા.
એઆર રહેમાન - સાયરા બાનુ
લગ્નના 29 વર્ષ બાદ દિગ્ગજ મ્યુઝિશિયન એ.આર. રહેમાન અને તેમની પત્ની સાયરા બાનુ અલગ થઈ ગયા. 1995માં લગ્ન કરનાર આ કપલે 2024માં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. તેમને ત્રણ બાળકો ખતીજા, રહીમા અને અમીન છે.
હાર્દિક પંડ્યા - નતાશા સ્ટેનકોવિક
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિકે તેમના ચાર વર્ષ જૂના લગ્નને સમાપ્ત કરવાનો નિર્ણય લઈને લોકોને ચૌકાવ્યા. જુલાઈ 2024 માં તેમને નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ પરસ્પર સંમતિથી અલગ થશે. તેમને અગસ્ત્ય નામનો પુત્ર છે.
ધનુષ - ઐશ્વર્યા રજનીકાંત
સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને અભિનેતા ધનુષે 2022માં અલગ થવાની જાહેરાત કરીને લોકોને ચૌકાવ્યા. 2024 માં કપલે કોર્ટમાં છૂટાછેડા લીધા.
એશા દેઓલ - ભરત તખ્તાની
અભિનેત્રી એશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાનીએ એક સંયુક્ત નિવેદનમાં તેમના અલગ થવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ તેમના બાળકોના ઉછેરમાં કોઈ કસર છોડશે નહીં.
જયમ રવિ - આરતી
સાઉથ સ્ટાર જયમ રવિ અને તેની પત્ની આરતીએ 25 વર્ષ બાદ છૂટાછેડા લીધા. સપ્ટેમ્બર 2024 માં તેઓએ તેમના લગ્નના અંતની જાહેરાત કરીને લોકોને ચૌકાવ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
