અજય દેવગનથી સલમાન ખાન સુધી, કૉપી કરીને બન્યા બ્લૉક બસ્ટર, હવે વધુ એક 200 કરોડી ફિલ્મ
આજકાલ જ્યાં જુઓ ત્યાં રણવીરસિંહની ફિલ્મ સિમ્બાની જ ચર્ચા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન કરી રહી છે.
આજકાલ જ્યાં જુઓ ત્યાં રણવીરસિંહની ફિલ્મ સિમ્બાની જ ચર્ચા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન કરી રહી છે. સિમ્બા ભારતમાં 150 કરોડ ઉસેટી ચૂકી છે, તો દુનિયાભરમાંથી તેની કમાણી 200 કરોડને પાર થઈ ચૂકી છે. અને કલેક્શન હજી ચાલું જ છે. આ ફિલ્મે ફક્ત રણવીર સિંહ જ નહીં પરંતુ સારા અલી ખાન અને રોહિત શેટ્ટી માટે પણ 2018ની સૌથી મોટી ગિફ્ટ સાબિત થઈ છે.
સિમ્બાની વાત કરીએ તો રણવીર સિંહની આ ચોથી 100 કરોડી ફિલ્મ છે, સાર અલી ખાનની પહેલી તો રોહિત શેટ્ટીની 8મી 100 કરોડ કમાણી કરનાર ફિલ્મ છે. જો કે રોહિત શેટ્ટી આ પહેલા પણ સાઉથની ફિલ્મોની રિમેક બનાવીને કમાણી કરી ચૂક્યા છે. સિમ્બા પણ સુપરહિટ તેલુગુ ફિલ્મ ટેમ્પરની હિંદી રિમેક જ છે. ફિલ્મની હિન્દી રિમેક પણ એટલી જ જબરજસ્ત છે.
આ પણ વાંચો: પપ્પા સુપરસ્ટાર પણ પુત્ર સુપર ફ્લોપ, 10 સ્ટાર કિડ્સ જે થઈ ગયા ગાયબ
બોલીવુડમાં સાઉથની ફિલ્મોની રિમેકનો ટ્રેન્ડ નવો નથી. ઘણા સમયથી ટોલીવુડની ફિલ્મોની શાનદાર રિમેક બનાવવાનો સિલસિલો ચાલુ થયો છે. આ ટ્રેન્ડમાં અજય દેવગનથી લઈને સલમાન ખાન પણ સામેલ છે. તો ચાલો જાણીએ સાઉથની ફિલ્મોની હિન્દી રિમેક ફિલ્મો વિશે અને કઈ છે સલમાન-અજયની ફિલ્મ.

સિંઘમ
અજય દેવગનની ફિલ્મ સિંઘમ તમિલ ફિલ્મની રિમેક છે. આ ફિલ્મમાં સૂર્યા અને અનુષ્કા શેટ્ટી લીડ રોલમાં હતા.

વોન્ટેડ
તો સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડ પણ તેલુગુ ફિલ્મ પોકિરની હિન્દી રિમેક છે.

હેરા ફેરી
અક્ષય કુમારની કોમેડી ફિલ્મ હેરાફેરી મલયામલ ફિલ્મ રામોજી રાવ સ્પીકિંગની રીમેક છે.

રાઉડી રાઠોર
રાઉડી રાઠોણ પણ તેલુગુ ફિલ્મ વિક્રમારકુડુની હિંદી રિમેક છે.

બૉડીગાર્ડ
સલમાન ખાનની ફિલ્મ બૉડીગાર્ડ પણ મલયાલી ફિલ્મની રિમેક છે.

રહેના હૈ તેરે દિલ મેં
આર માધવન અને દિયા મિર્ઝાની ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેં તામિલ ફિલ્મ મિન્નાલેની હિન્દી રિમેક છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફિલ્મની તમિલ આવૃત્તિમાં પણ આર માધવન હતા.

નાયકઃ ધ રિયલ હીરો
અનિલ કપૂરની ધમાકેદાર ફિલ્મ નાયક તમિલ ફિલ્મ મુધાલવનની રિમેક છે.

તેરે નામ
સલમાન ખાનની વધુ એક ફિલ્મ તેરે નામ તમિલ ફિલ્મ ફિલ્મ સેથુની હિન્દી રિમેક છે.

ગજિની
આ મામલે આમિર પણ પાછળ નથી. આમિર ખાનની ફિલ્મ ગજિની તમિલ ફિલ્મની હિન્દી રિમેક છે.

સૂર્યવંશમ
અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમ પણ તમિલ ફિલ્મની હિન્દી રિમેક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
