રોહિત શેટ્ટીની સિમ્બા, રણવીર સિંહ સાથે 4 ખાસ સ્ટાર જોડાયા
રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બામાં ગોલમાલ સ્ટાર કેમિયો કરવા જઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મના સેટથી એક ફોટો શેર કરવામાં આવી છે
રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બામાં ગોલમાલ સ્ટાર કેમિયો કરવા જઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મના સેટથી એક ફોટો શેર કરવામાં આવી છે, જેમાં રણવીર સિંહ, રોહિત શેટ્ટી, અરશદ વારસી, કુણાલ ખેમુ, તુષાર કપૂર અને શ્રેયસ તલપડે મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ ફોટો ખુબ જ શાનદાર છે અને ફિલ્મમાં તેમનો કેમિયો પણ શાનદાર રહેશે.
Hamari film mein Chaar Chaand lag gaye!!!#RohitShetty @ArshadWarsi @kunalkemmu @TusshKapoor @shreyastalpade1 #Simmba @karanjohar #SaraAliKhan @sonusood pic.twitter.com/0zWgfZwit9
— Ranveer Singh (@RanveerOfficial) October 31, 2018
આખી ટીમે ફિલ્મ માટે એક ખાસ શૂટ કર્યું છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર રોહિત શેટ્ટીએ ગોલમાલના બધા જ એક્ટરોને એકવાર કહ્યું અને બધા તરત જ રાજી થઇ ગયા. આ ફિલ્મનું શાનદાર ગીત હશે. સિમ્બા 28 ડિસેમ્બરે 2018 દરમિયાન રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની ખાસ વાત છે કે પહેલીવાર રોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે કામ કરી રહ્યા છે.

ધાંસૂ અવતાર
આ ફિલ્મમાં પહેલીવાર રણવીર સિંહ પોલીસની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પહેલા રણવીર સિંહ એક્શન તો કરી ચૂક્યા છે. પરંતુ તેમનું આવું ફિઝિક પહેલીવાર દેખાઈ રહ્યું છે.

રણવીર સિંહ ધમાકા
પદ્માવત બાદ રણવીર સિંહ સિમ્બામાં અલગ જ રોલમાં દેખાઈ રહ્યા છે. દમદાર એક્શન કરતા રણવીરને સ્ક્રીન પર જોવા રસપ્રદ રહેશે.

ધમાકેદાર એક્શન
સિમ્બા એક હાર્ડકોર એક્શન ફિલ્મ હશે. પોલીસના રોલમાં રણવીર સિંહ દબંગ અંદાજમાં એક્શન કરતા દેખાશે. ફિલ્મમાં પોલીસનો રોલ કરી રહેલા રણવીર સિંહના પાત્રનું નામ છે સંગ્રામ ભાલેરાવ.

રોહિત શેટ્ટી સ્પેશિયલ
રોહિત શેટ્ટીએ ડિરેક્ટર્સમાંના એક છે, જેમની પોતાની જ ફેન ફોલોઈંગ છે. જ્યારે રોહિત શેટ્ટી કોઈ ફિલ્મ કરે છે, તો લોકોની ઈંતેજારી પણ વધી જાય છે.

એકદમ ફ્રેશ જોડી
સેફ અલી ખાનની પુત્રી સારા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. કોઈ શંકા નથી કે રણવીર સાથે તેનો ડેબ્યુ ધમાકેદાર હશે.

ખાસ છે રિલીઝ ડેટ
પહેલા આ ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ સાથે ક્લેશ થતી હતી. પરંતુ રોહિત શેટ્ટીએ ફિલ્મને એક અઠવાડિયું પોસ્ટપોન્ડ કરી. હવે ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થશે. નવા વર્ષનો ઉત્સાહ અને રોહિત શેટ્ટીની ફિલ્મ. બોક્સ ઓફિસ હિટ તો ફાઈનલ છે.

આંખ મારે ઓ લડકા આંખ મારે
90sના સુપરહિટ ગીત આંખ મારે ઓ લડકા આંખ મારે પર આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન ડાન્સ કરતા દેખાશે. જેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરી રહ્યા છે. આ ગીત ફિલ્મને વધુ ધમાકેદાર બનાવી રહ્યું છે. ગીતને રિમિક્સ કરવાની જવાબદારી તનિષ્ક બાગચી સંભાળી રહ્યા છે.

ટેમ્પરની રીમેક
આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ ટેમ્પરની રીમેક છે. તેલુગુ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

બિગ બેનર
ફિલ્મ સિમ્બા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહી છે. એટલે ફિલ્મનું પ્રમોશન પણ જબરજસ્ત હશે.

અજય દેવગણ અને...
તાજેતરમાં જ સામે આવ્યું છે કે સિમ્બામાં અજય દેવગણની સાથે અનિલ કપૂર પણ કેમિયો કરતા દેખાશે. જી હાં, રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં હવે અનિલ કપૂરની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. રણવીર સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
