સિમ્બા ટ્રેલર: શાનદાર એક્શન મસાલા ફિલ્મ, તારીખ નોંધી લો
રણવીર સિંહ હાલમાં ઇટાલીમાં પોતાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમની ફિલ્મ સિમ્બા જોરદાર ચર્ચામાં છે.
રણવીર સિંહ હાલમાં ઇટાલીમાં પોતાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમની ફિલ્મ સિમ્બા જોરદાર ચર્ચામાં છે. બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોને સિમ્બા જોરદાર ટક્કર આપશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. હવે આ ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શન પર કામ ચાલી રહ્યું છે. એવી હાલતમાં હવે ફિલ્મની રિલીઝ ડેટ પણ લગભગ નક્કી થઇ ચુકી છે. આ ડેટ જાણીને તમે ખુશ થઇ જશો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ મેકર્સ ઘ્વારા સિમ્બા ફિલ્મના ટ્રેલર રિલીઝ ડેટ 3 ડિસેમ્બર રાખી છે. આ તારીખ પાછળ પણ મોટું કારણ છે. ખરેખર રણવીર સિંહ જયારે લગ્ન કરીને મુંબઈ આવશે ત્યારે મુંબઈમાં 1 ડિસેમ્બરે રિસેપશન પાર્ટી રાખવામાં આવશે. ત્યારપછી 2 દિવસ પછી તેઓ કામ પર પાછા ફરશે અને સિમ્બાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. આ ટ્રેલર લોન્ચ પર રણવીર સિંહ પણ હાજર રહેશે.
આ પણ વાંચો: સંજય દત્તે પત્રકારોને આપી ગંદી ગાળો, જુઓ વીડિયો
સિમ્બા એક ફુલ મસાલેદાર બોલિવૂડ ફિલ્મ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ એક દબંગ પોલીસની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તેમનો લૂક પણ સિંઘમ અને દબંગને મળતો આવે છે. પરંતુ રણવીર સિંહની પોતાની એક સ્ટાઇલ છે, જે તેમના રોલને અલગ બનાવે છે.

ધાંસૂ અવતાર
આ ફિલ્મમાં પહેલીવાર રણવીર સિંહ પોલીસની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પહેલા રણવીર સિંહ એક્શન તો કરી ચૂક્યા છે. પરંતુ તેમનું આવું ફિઝિક પહેલીવાર દેખાઈ રહ્યું છે.

રણવીર સિંહ ધમાકા
પદ્માવત બાદ રણવીર સિંહ સિમ્બામાં અલગ જ રોલમાં દેખાઈ રહ્યા છે. દમદાર એક્શન કરતા રણવીરને સ્ક્રીન પર જોવા રસપ્રદ રહેશે.

ધમાકેદાર એક્શન
સિમ્બા એક હાર્ડકોર એક્શન ફિલ્મ હશે. પોલીસના રોલમાં રણવીર સિંહ દબંગ અંદાજમાં એક્શન કરતા દેખાશે. ફિલ્મમાં પોલીસનો રોલ કરી રહેલા રણવીર સિંહના પાત્રનું નામ છે સંગ્રામ ભાલેરાવ.

રોહિત શેટ્ટી સ્પેશિયલ
રોહિત શેટ્ટીએ ડિરેક્ટર્સમાંના એક છે, જેમની પોતાની જ ફેન ફોલોઈંગ છે. જ્યારે રોહિત શેટ્ટી કોઈ ફિલ્મ કરે છે, તો લોકોની ઈંતેજારી પણ વધી જાય છે.

એકદમ ફ્રેશ જોડી
સેફ અલી ખાનની પુત્રી સારા આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. કોઈ શંકા નથી કે રણવીર સાથે તેનો ડેબ્યુ ધમાકેદાર હશે.

ખાસ છે રિલીઝ ડેટ
પહેલા આ ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ સાથે ક્લેશ થતી હતી. પરંતુ રોહિત શેટ્ટીએ ફિલ્મને એક અઠવાડિયું પોસ્ટપોન્ડ કરી. હવે ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થશે. નવા વર્ષનો ઉત્સાહ અને રોહિત શેટ્ટીની ફિલ્મ. બોક્સ ઓફિસ હિટ તો ફાઈનલ છે.

આંખ મારે ઓ લડકા આંખ મારે
90sના સુપરહિટ ગીત આંખ મારે ઓ લડકા આંખ મારે પર આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન ડાન્સ કરતા દેખાશે. જેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરી રહ્યા છે. આ ગીત ફિલ્મને વધુ ધમાકેદાર બનાવી રહ્યું છે. ગીતને રિમિક્સ કરવાની જવાબદારી તનિષ્ક બાગચી સંભાળી રહ્યા છે.

ટેમ્પરની રીમેક
આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ ટેમ્પરની રીમેક છે. તેલુગુ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

બિગ બેનર
ફિલ્મ સિમ્બા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહી છે. એટલે ફિલ્મનું પ્રમોશન પણ જબરજસ્ત હશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
