લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી બાદ પોલીસ એક્શનમાં, ફરિયાદ દાખલ
ગુજરાતી ફિલ્મ 'લાલો' ના પ્રમોશન કાર્યક્રમ દરમિયાન રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંગળવારના રોજ ભારે હોબાળો મચી ગયો હતો. ફિલ્મના કલાકારોને જોવા માટે અંદાજે 2000થી વધુ લોકો એકઠા થતાં સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી.
આ ઓવર-ક્રાઉડિંગના કારણે લોકો વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી, અને એક નાની બાળકી એસ્કેલેટર પર પટકાતાં ગંભીર દુર્ઘટના ટળી હતી.

કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં 'લાલો' ફિલ્મની સ્ટારકાસ્ટ જ્યારે પહોંચી ત્યારે ચાહકોની ભીડે તમામ વ્યવસ્થાને ખોરવી નાખી હતી. કલાકારો સાથે ફોટો પડાવવાની પડાપડીમાં લોકો ધક્કે ચઢ્યા હતા.
સૌથી ગંભીર પરિસ્થિતિ મોલના એસ્કેલેટર (ઇલેક્ટ્રિક સીડી) પાસે સર્જાઈ. અતિશય ભીડના દબાણને કારણે એક નાની બાળકી પગથિયાં પરથી નીચે પટકાઈ ગઈ હતી. જો કે, ત્યાં હાજર રહેલા બે વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને તરત જ બાળકીનો હાથ પકડી લીધો, જેના કારણે તે નીચે સરકી જવાથી અને મોટી ઈજા થવાથી બચી ગઈ. સમયસરની આ મદદના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.
આ સમગ્ર મામલા બાદ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસના જણાવ્યા અનુસાર, મોલ મેનેજમેન્ટ દ્વારા આ પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ માટે પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. જેટલી જગ્યા હતી તેના કરતાં અનેક ગણી વધુ ભીડ એકઠી કરવામાં આવી હતી, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી.
આ સંજોગોમાં મંજૂરી વિના લોકોને એકઠા કરવા અને જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે મોલના મેનેજર સામે કાયદેસરનો ગુનો નોંધ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં જો તપાસ દરમિયાન જરૂર જણાશે તો સ્ટારકાસ્ટની પણ પૂછપરછ કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
