કમલની વ્હારે સલમાન : વિશ્વરૂપમ જરૂર જુઓ યારો
મુંબઈ, 31 જાન્યુઆરી : કમલ હસને સંકેત આપ્યો છે કે તેઓ ફિલ્મ વિશ્વરૂપમ મુદ્દે હવે સુપ્રીમ કોર્ટ નહીં જાય, તો બીજી બાજુ સમગ્ર બૉલીવુડ જગત તેમના ટેકામાં ઊભુ થઈ ગયું છે. કિંગ ખાન બાદ બૉલીવુડના દબંગ સલમાન ખાને જણાવ્યું છે - હું મારા ફૅન્સને અપીલ કરુ છું કે આપ સૌ કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમ જરૂર જુઓ.

સલમાન ખાને ટ્વિટર પર લખ્યું છે - મિત્રો ફિલ્મો બે પ્રકારની હોય છે. એક સારી અને એક ખરાબ. ફિલ્મ હિટ કે ફ્લૉપ થાય, તે ટિકિટ ખરીદનાર દર્શકો નક્કી કરી શકે છે. તેથી કમલ હસનની ફિલ્મ આપ સૌ જરૂર જુઓ અને આપ જ નક્કી કરો. સલમાને લખ્યું છે કે ફિલ્મોને કોઈ સપોર્ટ નથી કરતું, ઊપરથી અમે લોકો ટૅક્સ ભરીએ છીએ, તો પછી ફિલ્મ ઉપર પ્રતિબંધ કેટલો ન્યાય ભરેલો કહેવાય? જે ફિલ્મને સેંસર બોર્ડે પાસ કરી દીધી હોય, તો ભલા દેશની એકતાને કઈ રીતે ખંડિત કરી શકે?
આ અગાઉ શાહરુખ ખાને જણાવ્યું કે બહુમુખી પ્રતિભાના સ્વામી કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમ સાથે જે કંઈ થઈ રહ્યું છે, તે ખોટું અને તથ્યહીન છે. કમલ એક મોટા કલાકાર છે અને લાંબાગાળાથી ફિલ્મી દુનિયાની સેવા કરે છે. તેમની સાથે ન્યાય થવો જોઇએ. વિશ્વરૂપમ સાથે જે થઈ રહ્યું છે, તે અંગે હું દુઃખ અનુભવું છું, કારણ કે મારી પણ ફિલ્મો ઓમ શાંતિ ઓમ, બિલ્લૂ બાર્બર અને માય નેમ ઇઝ ખાન સાથે આવું થયુ હતું. વિશ્વરૂપમના પગલે સમગ્ર ફિલ્મી દુનિયાને બદનામ અને અપમાનિત કરાઈ રહ્યું છે કે જે ખૂબ તકલીફદેહ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
