રાઉડી રાઠોડ કરતાં વધુ રાઉડી ખિલાડી 786
મુંબઈ, 8 ડિસેમ્બર : અક્ષય કુમારની આ વરસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ખિલાડી 786 ગત 7મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ અને ફિલ્મ જોયા બાદ ફિલ્મ સમીક્ષકો સાથે અક્ષય કુમારના ફૅન્સે પણ મિશ્ર પ્રત્યાઘાત આપ્યાં છે, પરંતુ આ પ્રત્યાઘાતોના પગલે ફિલ્મના બિઝનેસ પર કોઈ પણ પ્રકારની ઉણ જોવા મળી નથી. અસીન અને અક્ષયની ફિલ્મ ખિલાડી 786એ પ્રથમ જ દિવસે તમામ કસોટીએ પાર ઉતરી કુલ 16 કરોડનો બિઝનેસ કર્યો.

ખિલાડી 786 ફિલ્મે આ શાનાર ઓપનિંગ સાથે જ અક્ષયની આ વરસની શરુઆતે આવેલ ફિલ્મ રાઉડી રાઠોડનો રેકૉર્ડ પણ તોડી નાંખ્યો. ખિલાડી 786 કુલ 2785 સ્ક્રીન્સમાં રિલીઝ કરાઈ હતી અને ભારતમાં સિંગલ સ્ક્રીન્સ ઉપર તેને ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો. આ મસાલા ફિલ્મે શુક્રવારના રોજ સિંગલ સ્ક્રીન્સ પર કુલ 90 ટકાની હાજરી નોંધાવી. જોકે મલ્ટીપ્લેક્સિસમાં આ ફિલ્મ જોવા વધારે લોકો પહોંચ્યા નહીં, પરંતુ આમ છતાં ફિલ્મના બિઝનેસ ઉપર તેની વધુ અસર થઈ નથી.
સાંજે અને રાત્રે ફિલ્મના ઑડિયંસની સંખ્યા ખૂબ વધી ગઈ. આ વર્ષે અક્ષય કુમારની રાઉડી રાઠોડે પ્રથમ જ દિવસે 15.10 કરોડનો બિઝનેસ કર્યો હતો, પરંતુ અક્ષયની ગત શુક્રવારે રિલીઝ થયેલ ખિલાડી 786 ફિલ્મે પ્રથમ જ દિવસે 15.55 કરોડનો બિઝનેસ કરી આ રેકૉર્ડ તોડી નાંખ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
