બાજીરાવ મસ્તાનીથી ફેન્સ નારાજ!
મસ્તાની મહારાજ છત્રસાલની દિકરી હતી. કેટલાક ફેન્સના કહેવા મુજબ મસ્તાની નાચતી ન હતી. અને એટલે જ કેટલાક દર્શકો સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ મસ્તાનીનું ટ્રેલર જોઈને નારાજ છે. દર્શકોનું માનવુ છે કે દિપીકા પાદુકોણ દ્વારા મસ્તાનીના રોલને ખોટી રીતે રજૂ કરવું સર્વથા અનુચિત છે.
ટ્રેલરમાં મસ્તાનીના રોલમાં દિપીકા પાદુકોણને નૃત્ય કરતી બતાવવામાં આવી છે, જેને લઈને મસ્તાનીના વંશજોએ નારાજગી વ્યક્ત કરી છે.

મધુબાલા ડાન્સ
આ વિવાદની શરૂઆત થઈ છે દિપીકાના એ નૃત્યથી જે ફિલ્મમાં દિપીકા રણવીર માટે કરશે. આ ડાન્સની કોરિયોગ્રાફી બિરજુ મહારાજે કરી છે.

ભાનુશાળીએ કર્યો દગો
વંશજોના કહેવા મુજબ પહેલેથી જ ભાનુશાળીનો સંપર્ક સાંધવામાં આવ્યો હતો. પરંતુ તેમણે આ અંગે આશ્વાસન આપ્યું હતુ.

ઈતિહાસનું ધ્યાન રાખવામાં આવશે
ફિલ્મ અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતુ કે ઈતિહાસનું પૂરેપુરૂ ધ્યાન રાખવામાં આવશે.

ટ્રેલરમાં જ દગો
તેમ છતા જ્યારે ટ્રેલર રજૂ થયુ ત્યારે બાજીરાવ મસ્તાનીનો રોલ અદા કરી રહેલી બાજીરાવ મસ્તાનીના રોલમાં દિપીકા પાદુકોણને એક નાચવાવાળી બતાવવામાં આવી છે.

વંશજો દુખી
સંજય લીલા ભાનુશાળીના આ દગાથી મસ્તાનીના વંશજો દુખી છે. તેમનું માનીએ તો તેમની સાથે દગો થયો છે.

મહારાજા છત્રસાલ
વંશજોએ જણાવ્યું છે કે મસ્તાની મહારાજા છત્રસાલની દિકરી હતી, નાચવાવાળી નહોતી.

ફિલ્મના ડાયલોગ
ફિલ્મના ટ્રેલરમાં એક જ ડાયલોગ છે, "હમને મસ્તાની સે પ્રેમ કીયા હૈ અય્યાશી નહીં."

ડાન્સ સીકવન્સ
આ ઉપરાંત ફિલ્મમાં એક ડાન્સ સીકવન્સ પણ છે. જે કાશીબાઈ અને મસ્તાની વચ્ચે હશે.

ઈતિહાસનું ધ્યાન રાખ્યું
જો સામે ફિલ્મની ટીમનું માનીએ તો ટીમ જણાવે છે કે ફિલ્મમાં તથ્યોને તોડી મરોડીને નથી રજૂ કરવામાં આવ્યા.

18 ડિસેમ્બરે
આ ફિલ્મ 18 ડિસેમ્બરે રોહિત શેટ્ટીની કાજોલ- શાહરૂખની ફિલ્મ દિલવાલેની સાથે ક્લેશ કરી રહી છે.

ઘણાંએ ફિલ્મ છોડી
ફિલ્મ ઘણાં વર્ષોથી બની રહી છે. ઘણાં સ્ટાર્સ આ ફિલ્મને છોડી ચૂક્યા છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
