Navya Naveli Nanda: અમિતાભની પૌત્રી નવ્યા નવેલી નંદાને IIM-અમદાવાદમાં મળ્યો પ્રવેશ, બે વર્ષ ભણશે આ કોર્સ
Navya Naveli Nanda: અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ દેશની પ્રખ્યાત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદમાં એડમિશન લીધુ છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે IIM અમદાવાદમાં એડમિશન મેળવવું તેના માટે એક સપનુ સાકાર થવા જેવું હતું.
અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનની પુત્રી નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર IIM અમદાવાદના કેમ્પસની તસવીરો શેર કરી છે. IIM અમદાવાદ દેશની ટોચની MBA કોલેજ છે. અહીં પ્રવેશ મેળવવો અઘરો છે. નવ્યા નવેલી નંદાએ IIM અમદાવાદના 2 વર્ષના બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP)માં પ્રવેશ લીધો છે.

મીડિયા રિપોર્ટસ મુજબ નવ્યાએ સેવેનોક્સ સ્કૂલ, લંડનમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. આ પછી તેણે વધુ અભ્યાસ માટે ન્યૂયોર્કની ફોર્ડહામ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. નવ્યાએ વિદેશની આ ખાનગી યુનિવર્સિટીમાંથી ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. તે પ્રોજેક્ટ નવેલીની ફાઉન્ડર છે, આ ભારતમાં લૈંગિક અસમાનતા મુદ્દે લડવાની ખાસ પહેલ છે.
નવ્યા નવેલી નંદાએ IIM અમદાવાદમાં 2 વર્ષના કોર્સમાં એડમિશન લીધું છે. આ ફૂલ ટાઈમ કોર્સ છે. એટલે કે નવ્યા હવે બે વર્ષ અમદાવાદમાં રહીને તેનો કોર્સ પૂરો કરશે. નવ્યાએ ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરતાં જ તેના પર લાખો લાઈક્સ આવી છે. નવ્યાની આ સિદ્ધિ પર તેની માતા શ્વેતા બચ્ચને કહ્યું કે, તારા પર મને ગર્વ છે. નવ્યાની ફ્રેન્ડસ સુહાના ખાન, અનન્યા પાંડે, શનાયા કપૂરે તેને અભિનંદન પાઠવ્યા છે. જ્યારે આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, નવ્યાના ભાઈ અગસ્ત્ય, વરુણ ધવન સહિત અનેક સેલિબ્રિટીઓએ તેના પર પ્રેમ વરસાવ્યો છે. લોકો ભારતમાં રહેવા અને અભ્યાસ કરવાના તેના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.
નવ્યા બ્લેક સૂટમાં IIMના સાઈનબોર્ડ પાસે ઉભેલી જોવા મળે છે. તેણે સુંદર કેમ્પસ અને તેના નવા મિત્રોની ઝલક પણ શેર કરી છે. નવ્યાએ તેની નવી સિદ્ધિની ઉજવણી માટે કેક કાપતી વખતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર પણ શેર કરી હતી. CAT/IAT પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં મદદ કરવા બદલ નવ્યાએ તેના શિક્ષક પ્રસાદનો આભાર માન્યો છે. નવ્યાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'પ્રવેશ પરીક્ષા માટે મને કોચિંગ આપવા માટે IMS MBAની તૈયારી માટે આભાર. પ્રસાદ સર, જેમણે મને CAT/IAT પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટે કોચિંગ અને તૈયાર કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
