'ઐસા IPL આયેગા, કૌન મારેગા છક્કા ,ચોક્કા, શ્રીસંત હમે બતાયેગા'

કૌન મારેગા છક્કા ,ચોક્કા, શ્રીસંત હમે બતાયેગા...
મિત્રો ક્યાંય દશલાખ નો બોલ જોયો છે....!!!...નથી જોયો ને ..??હમણાં જ થોડા દિવસ પહેલાં પેપરમાં વાંચ્યા પ્રમાણે આ આપણા શ્રી સંતને એક ઓવર નાખવાના બુકીઓ સાઇઠ લાખ આપતા હતા. બોલો તો પછી એક બોલના થયા ને દશ લાખ...અધધધ......અને એ પણ બોલીંગ કેવી નાખવાની કે જેમાં ચોક્કા અને છક્કા લાગે. લો.. કરી લો વાત આવી સાવ લલ્લુ જેવી બોલીંગ તો અમારી ગલીના ગલબાકાકા પણ નાખે અને એ પણ એક પણ રૂપિયો લીધા વગર...મને શી ખબર. નહિ તો આ બુકીઓ ને કહી દે ત કે આ અમારા ગલબાકાકા ને લઇ જાઓ. પૈસા આપવાની જરુર નથી..
પણ હમણાંથી તમે જુઓ તો આ "ફિક્સ: શબ્દ બહુ લાઇમ લાઇટમાં છે. કારણ કે જુઓ.. ગણાવું
-છેલ્લા કેટલા વર્ષોથી આ બિચારા વિધાસહાયકો નો ભરડો લીધો છે આ શબ્દએ...-૨૫૦૦ ફિક્સ
-સ્કુલોમાં એડમિશન ફિક્સ
-નોકરીઓમાં ઉમેદવાર ફિકસ
-હરાજીમાં ખરીદનાર ફિક્સ
-ટેંન્ડરોમાં કોન્ટ્રાક્ટર ફિક્સ
-સરકારમાં મંત્રીઓ ફિક્સ
-વહીવટમાં અધીકારીઓ ફિક્સ
-અધીકારીનો ફોલ્ડરીયો ફિક્સ
-કચેરીમાં ચા-પાણીના ફિક્સ
-ગર્ભમાં રહેલું બાળક પણ ફિક્સ
-સોસાયટીમાં દુધવાળો ફિક્સ
-ઘરમાં કામવાળી ફિક્સ
-ઘરમાં ઘરવાળી પણ ફિક્સ
-રોટલીમાં નમક ફિક્સ
-હોટલમાં ભાણું ફિક્સ
-ચામાં આદુ ફિક્સ
-સોડામાં લીંબુ ફિક્સ
-શાકમાં બટાકા ફિક્સ
-બજારમાં કરીયાણાવાળો ફિક્સ
-શો-રૂમમાં રેટ ફિક્સ
-સોસાયટીના નાકે પાનના ગલ્લાવાળો ફિક્સ
-મંદીરની અંદર ભગવાન ફિક્સ
-મંદિરની બહાર ભીખરી ફિક્સ
-સ્ટેડિયમમા મેચ ફિક્સ અને મેચમાં ખેલાડી ફિક્સ
ફિક્સ...ફિક્સ....ફિક્સ....
સોહમ ઠાકર, પાલનપુર
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
