ગ્રીન ટીનો પૂરેપૂરો લાભ જોઈએ તો પીતી વખતે ના કરશો આ ભૂલો
એવી ઘણી વાતો છે જેનુ ધ્યાન ગ્રીન ટી પીતી વખતે રાખવુ જોઈએ. જાણો આ લેખમાં -
નવી દિલ્લીઃ એક ફીટનેસ ફ્રીકના ડાયેટમાં ગ્રીન ટી શામેલ ના હોય એવુ સંભવ નથી. જ્યારે લોકો વજન ઘટાડવા અને પોતાનુ મેટાબૉલિઝમ બૂસ્ટઅપ કરવાની દિશામાં પગલા લે છે ત્યારે એવામાં તે પોતાની રેગ્યુલર ટી ગ્રીન ટીમાં સ્વિચ કરી દે છે. આ એંટીઑક્સિડન્ટથી લઈને અન્ય ઘણી રીતે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને માટે દરેકે ગ્રીન ટીને ડાયેટમાં શામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કોઈ પણ વસ્તુનો લાભ વાસ્તવમાં ત્યારે મળે છે જ્યારે તેનુ સેવન યોગ્ય રીતે કરવામાં આવે. આ નિયમ ગ્રીન ટીના સેવન પર પણ લાગુ થાય છે. એવી ઘણી વાતો છે જેનુ ધ્યાન ગ્રીન ટી પીતી વખતે રાખવુ જોઈએ. જાણો આ લેખમાં -

ભોજન પછી ગ્રીન ટી પીવી
અમુક લોકોને એવુ લાગે છે કે જો તે જમ્યા પછી ગ્રીન ટીનુ સેવન કરે તો એનાતી તેમની ભોજનની કેલેરી બર્ન થઈ જશે. જ્યારે વાસ્તવમાં એવુ કંઈ પણ નથી હોતુ. સચ્ચાઈ તો એ છે કે જમ્યા પછી ગ્રીન ટીનુ સેવન કરવુ યોગ્ય માનવામાં નથી આવતુ. વાસ્તવમાં, જમ્યા પછી તેના પ્રોટીનને પચવામાં સમય લાગે છે અને જો આ દરમિયાન ગ્રીન ટીનુ સેવન કરવામાં આવે તો શરીરને ભોજનમાંથી પ્રોટીન એબ્ઝોર્બ કરવામાં મુશ્કેલી થાય છે.

બહુ ગરમ ગ્રીન ટીનુ સેવન કરવુ
ગ્રીન ટીનુ સેવન કરવુ આરોગ્ય માટે લાભકારી હોય છે પરંતુ તમારે એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે તે વધુ ગરમ ના હોય. વાસ્તવમાં, તે બેસ્વાદ લાગે છે પરંતુ એનાથી તમારા પેટ અને ગળાને પણ નુકશાન થાય છે. માટે કોશિશકરો કે તમે ગ્રીન ટીને ગરમ પીવો પરંતુ તે એકદમ ઉકળતી ના હોય.

સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી
એ સાચુ છે કે ગ્રીન ટી સિસ્ટમને રિચાર્જ અને ડિટૉક્સીફાય કરે છે. માટે અમુક લોકો આને સવારે ઉઠતા જ ખાલી પેટ પીવાનુ પસંદ કરે છે. જો કે, ગ્રીમ ટી પીવાની આ રીત પણ યોગ્ય નથી. વાસ્તવમાં, જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે ઘણા કલાકો સુધી ફાસ્ટિંગ કર્યુ હોય છે, માટે આ દરમિયાન તમારે એવુ કંઈક ખાવુ જોઈએ જે હળવુ હોય અને તમારા મેટાબૉલિઝમને બૂસ્ટ અપ કરે. ગ્રીન ટીમાં હાજર એંટીઑક્સિડન્ટ અને પૉલીફેનોલ્સ પેટમાં એસિડના ઉત્પાદનને વધારી શકે છે અને પાચનને પરેશાન કરી શકે છે.

ગરમાગરમ ગ્રીન ટીમાં મધ મિલાવવુ
મોટાભાગના લોકો ગ્રીન ટીમાં મધ મિલાવવાનુ પસંદ કરે છે કારણકે એ ખાંડની અપેક્ષાએ એક સ્વસ્થ વિકલ્પ છે અને એનો સ્વાદ પણ સારો હોય છે. પરંતુ જો તમે મધનો ઉપયોગ કરી રહ્યા હોય તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે તમારે એને ક્યારે તમારી ગ્રીન ટીમાં મિલાવવાનુ છે. ઉદાહરણ તરીકે જો તમે ગ્રીન ટીના ઉકળતા પ્યાલામાં મધ મિલાવશો તો સંભાવના છે કે મધના પોષક તત્વો નષ્ટ થઈ જશે. માટે ગ્રીમ ટીનુ તાપમાન થોડુ ઓછુ થયા બાદ તેમાં તજ, મધ જે પણ તમે ઉમેરવા માંગો તે મિલાવી દો.

ગ્રીન ટી સાથે દવાઓનુ સેવન કરવુ
એ ભૂલ પણ ઘણી વાર લોકો કરી બેસે છે. અમુક લોકો સવાર-સવારમાં ગ્રીન ટી પીવાની આદત હોય છે અને તે ઘણીવાર તેની સાથે પોતાની દવાઓ લે છે. જો કે, આ ખૂબ જ હાનિકારક બની શકે છે કારણકે તમારી ગોળીના કેમિકલ્સ તમારી ગ્રીન ટી સાથે મળી શકે છે જેનાથી એસિડિટી થઈ શકે છે. માટે હંમેશા એ વાતનુ ધ્યાન રાખો કે તમારી દવાઓ હંમેશા પાણી સાથે લો.

આખો દિવસ ગ્રીન ટીનુ સેવન કરવુ
એ સાચુ છે કે ગ્રીન ટી સામાન્ય ચા કરતા એક સ્વસ્થ વિકલ્પ છે પરંતુ જો તમે એક ટી લવર હોય એનો અર્થ એ નહિ કે તમે આખો દિવસ ગ્રીન ટીનુ જ સેવન કરતા રહો. ચા કે કૉફીની જેમ ગ્રીન ટીમાં પણ કેફીન હોય છે અને જો તમે આનુ સેવન જરુરિયાત કરતા વધુ કરશો તો એનાથી તમારી કેફીનની ખપત વધી જાય છે. જેનાથી માથાનો દુઃખાવો, સુસ્તી, ચિંતા, ચિડિયાપણુ વગેરે ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે. એટલુ જ નહિ ગ્રીન ટીનુ વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં આર્યનનુ અવશોષણમાં પણ સમસ્યા થાય છે. માટે સુનિશ્ચિત કરો કે તમે દિવસમાં 2-3 કપ જ ગ્રીન ટી લો અને આનાથી વધુ તેનુ સેવન ના કરો.

ગ્રીન ટીના પત્તાને પાણીમાં લાંબા સમય સુધી છોડવા
ગ્રીન ટી બનાવતા પહેલા પાણીને ઉકાળવામાં આવે છે અને પછી ગ્રીન ટી બેગ્ઝને એમાં નાખવામાં આવે છે. પરંતુ ગ્રીન ટીના પત્તાને વધુ વાર સુધી પાણીમાં રાખવાથી પત્તામાં પહેલેથી હાજર પોષક તત્વ નહિ નીકળે. આ આદત તમારી ચાને ટૉક્સિક બનાવી દેશે અને તેનાથી તમારી ચાનો સ્વાદ પણ કડવો થઈ જશે.

ઉતાવળમાં ગ્રીન ટી પીવી
અમુક લોકો સવારે ઑફિસ જતી વખતે ગ્રીન ટીનુ સેવન કરે છે. એવામાં તે ઉતાવળમાં હોય છે પરંતુ આ રીતે પણ ગ્રીન ટી પીવી યોગ્ય માનવામાં નથી આવતી. વાસ્તવમાં, આમ કરવાથી તમે ગ્રીન ટી પીધા પછી પણ તમારા માઈન્ડને એલર્ટનેસ અને મેટાબલિક રેટને બૂસ્ટ અપ કરવા જેવા બેનિફિટ્સથી વંચિત કરી દેશો. માટે ગ્રીમ ટી હંમેશા ત્યારે પીવો જ્યારે તમે રિલેક્સ મૂડમાં હોય જેથી તમે એને એન્જૉય પણ કરી શકો.
ગ્રીન ટીમાં ઘણા પ્રકારના ફ્લેવર એડ કરવા
ઘણા લોકોને ગ્રીન ટીનો સ્વાદ ગમતો નથી અને માટે તે માર્કેટમાંથી વિવિધ પ્રકારના ફ્લેવરવાળી ગ્રીન ટીનુ સેવન કરે છે. એ પીવામાં ભલે અલગ હોય પરંતુ તેના સેવનથી એક નુકશાન થાય છે કે તેનાથી મતને પૂરતી માત્રામાં પોષક તત્વો નથી મળી શકતા. વાસ્તવમાં, ગ્રીન ટીમાં ફ્લેવર એડ કરવાથી તેના પોષક તત્વોમાં કમી આવી જાય છે.

એક જ સમયે બે ગ્રીન ટી બેગ નાખવી
અમુક લોકો એવુ પણ વિચારે છે કે જો તે એક જ કપમાં બે ગ્રીન ટી બેગ નાખી દેશે તો એનાથી વધુ કેલેરી બર્ન થશે અને માટે તે વજન ઘટાડવામાં મદદ કરશે પરંતુ વાસ્તવમાં આવુ નથી હોતુ. એક કપમાં રોજના બે ગ્રીન ટી બેગ્ઝ મિલાવવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે અને એસિડિટી પણ થઈ શકે છે.
ગ્રીન ટી બેગ્ઝને ખોટી રીતે સ્ટોર કરવી
કોઈ પણ વસ્તુનો સ્વાદ તેમજ તેની ક્વૉલિટી મુખ્ય રીતે એ વાત પર નિર્ભર કરે છે કે તમે એને કઈ રીતે સ્ટોર કરો છો. ક્યારેય પણ ગ્રીન ટી બેગ્ઝને ખુલ્લા કન્ટેઈનરમાં સ્ટોર ન કરવી જોઈએ. વાસ્તવમાં, ગ્રીન ટી જ્યારે સતત હવાના સંપર્કમાં રહે ત્યારે તેના પોષક તત્વો ઘટી જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
