સીમ કાર્ડમાં એક ખુણે કટ કેમ હોય છે? જાણો તેનુું નેટવર્ક સાથે કોઈ કનેક્શન છે કે કેમ?
મોબાઈલ ફોનમાં વપરાતું સીમ કાર્ડ તમે ઘણી વખત જોયુ હશે. જો કે તમે એક વાત નોટીસ નહીં કરી હોય કે તેમાં એક કટ હોય છે.
આજે 5 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વૃદ્ધો પણ પોતાની સાથે મોબાઈલ ફોન રાખે છે. આ સિવાય આજે ઈન્ટરનેટ એટલું સસ્તું થઈ ગયું છે કે લોકો કલાકો સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે.

સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ પણ વધી ગયો છે. જો કે મોબાઈલ ઓપરેટ કરવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં ઈન્સ્ટોલ કરેલ સિમ કાર્ડ છે. સિમ કાર્ડ વિના તમારો ફોન માત્ર એક બોક્સ છે.
કોઈપણ ફોનમાં સિમ કાર્ડ હોવું સૌથી જરૂરી છે. માર્કેટમાં ઘણી કંપનીઓના સિમ કાર્ડ ઉપલબ્ધ છે. પરંતુ શું તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે સિમ કાર્ડ એક ખૂણામાંથી કેમ કાપેલુ હોય છે?
જણાવી દઈએ કે એવું નથી કે ફક્ત આપણા દેશમાં જ સિમ કાર્ડ બાજુથી કાપવામાં આવે છે, પરંતુ સમાન સિમ કાર્ડ સમગ્ર વિશ્વમાં વેચાય છે. આજે દુનિયાભરમાં ઘણી ટેલિકોમ કંપનીઓ છે.
જણાવી દઈએ કે શરૂઆતના સમયમાં જે સિમ કાર્ડ બનાવવામાં આવતા હતા તે બાજુથી કાપવામાં આવતા ન હતા. તેની ડિઝાઇન ખૂબ જ સામાન્ય અને લંબચોરસ આકારની હતી. આ સ્થિતિમાં, લોકોને ઘણીવાર એ સમજવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો કે સિમની સીધી બાજુ કઈ છે.
આ સ્થિતિમાં લોકોની આ સમસ્યાને દૂર કરવા માટે ટેલિકોમ કંપનીઓએ સિમની સાઈઝ બદલવાનો નિર્ણય લીધો. સિમ કાર્ડમાં ફેરફાર કરતી વખતે કંપનીઓ તેની એક બાજુ કાપી નાખે છે. આ કટ પછી લોકોને મોબાઈલ ફોનમાં સિમ કાર્ડ નાખવા અને કાઢવાનું સરળ થઈ ગયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
