ઉમેદવારને ટિકિટ મળી તેની ખબર કેવી રીતે પડે? શું પાર્ટી કોઈ ટોકન આપે છે?
ભારતના ચૂંટણી કમિશને 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ વિવિધ પાર્ટીઓ તેના ઉમેદવારોના નામ પણ જાહેર કરી રહી છે અને ટિકિટ મળી કે કપાઈ તેની પણ ચર્ચા થઈ રહી છે.
આ ચર્ચા વચ્ચે તમે ક્યારેય વિચાર્યું છે કે પાર્ટીની ટિકિટ શું છે અને ઉમેદવારને ટિકિટ કેવી રીતે આપવામાં આવે છે? ટિકિટ આપવામાં આવે છે ત્યારે ઉમેદવારોને શું કહેવામાં આવે છે અને કેવી રીતે ટિકિટ આપવામાં આવે છે? પક્ષ કેવી રીતે નેતાને ઉમેદવાર બનાવે છે?

શું હોય છે પાર્ટીની ટિકિટ?
ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષ અલગ-અલગ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરે છે. આનો અર્થ એ છે કે કોઈપણ રાજકીય પક્ષ તેના પ્રતિનિધિઓમાંથી એકને પસંદ કરે છે અને તેમને તેમના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડવાની મંજૂરી આપે છે.
આપણે તેને ટેકનિકલી રીતે જોઈએ તો જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈપણ પક્ષમાંથી ટિકિટ મળે છે તેનો અર્થ એ છે કે તેને પાર્ટીના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. ત્યારબાદ કોઈપણ બીજો ઉમેદવાર પક્ષના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડી શકે નહીં.
કેવી હોય છે ટિકિટ?
જ્યારે પણ કોઈ ઉમેદવારને ટિકિટ મળે ત્યારે પક્ષ દ્વારા ઉમેદવારને એક ફોર્મ આપવામાં આવે છે અને તેમાં તે ઉમેદવારને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. આ પક્ષના સત્તાવાર લેટર હેડ પર લખેલી એક નોંધ છે અને તેમાં ઉમેદવારનું નામ, વિસ્તારનું નામ અને નંબર વગેરે જેવી માહિતી લખેલી છે.
આ પાર્ટીનું એનઓસી છે, જે ચૂંટણી પંચને આપવામાં આવે છે કે પાર્ટીને તેના ચિન્હ પર ચૂંટણી લડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પછી ઉમેદવાર ચૂંટણી પંચમાં ઉમેદવારી નોંધાવે ત્યારે પક્ષ તરફથી આ પત્ર ફોર્મ સાથે આપવાનું રહે છે. પાર્ટીના આ પત્ર પછી ચૂંટણી પંચ તેને કોઈ પ્રતીક ફાળવતું નથી. પાર્ટી પહેલા પોતાના પ્રતિકની ફાળવણી કરે છે.
અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા પ્રતિક આપવામાં આવે છે. ઉમેદવાર ફોર્મમાં તેના પસંદગીના પ્રતીકની માંગ કરે છે પરંતુ તે પ્રતીકની ઉપલબ્ધતાને આધારે પ્રતીકની ફાળવણી કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
