Cyclone Dana : કેવી રીતે થાય છે તોફાનનું નામકરણ? જાણો શું છે દાનાનો અર્થ
Cyclone Dana : બંગાળની ખાડીમાં સર્જાયેલુ વાવાઝોડુ દાના કિનારા સાથે ટકરાયુ છે. વાવાઝોડા સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
વાવાઝોડાની તીવ્રતાને જોતા ભારતીય હવામાન વિભાગે ઓડિશાના 14 અને પશ્ચિમ બંગાળના 7 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જારી કર્યું છે. આ વાવાઝોડું કિનારા સાથે ટકરાયા બાદ ધીરે ધીરે નબળુ પડી રહ્યું છે.

જણાવી દઈએ કે આ વાવાઝોડાનું નામ કર દ્વારા આપવામાં આવ્યું છે અને તેનો અર્થ ઉદારતા થાય છે. આ એક અરબી નામ છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશનની એક કમિટીના સભ્યો વારાફરતી આવનારા તોફાનોને નામ આપે છે.
તોફાનનું નામ પસંદ કરવાની જવાબદારી કોઈ ચોક્કસ દેશની નથી. તેના બદલે પ્રાદેશિક હરિકેન સેન્ટર તરીકે ઓળખાતા જૂથની છે.
આ કેન્દ્રોની સ્થાપના વર્લ્ડ મીટીરોલોજિકલ એસોસિએશન હેઠળ કરવામાં આવી છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તોફાનો પર નજર રાખવાનો અને તેમના વિશે માહિતી આપવાનો છે.
દરેક મહાસાગર બેસિનમાં એક અથવા વધુ પ્રાદેશિક તોફાન કેન્દ્રો હોય છે. આ કેન્દ્રો તોફાનોની ગતિવિધિઓ પર નજર રાખે છે અને તેના માટે નામ સૂચવે છે.
જણાવી દઈએ કે, દરેક પ્રાદેશિક તોફાન કેન્દ્રની પૂર્વનિર્ધારિત નામકરણ સૂચિ હોય છે. આ યાદીમાં વિવિધ દેશો દ્વારા સૂચવવામાં આવેલા નામો સામેલ હોય છે. નવું વાવાઝોડું રચાય ત્યારે પ્રાદેશિક હરિકેન કેન્દ્ર તેની સૂચિમાંથી એક નામ પસંદ કરે છે.
જો કે, વાવાઝોડાના નામકરણ માટે કેટલાક વિશિષ્ટ માપદંડો છે. નામ ખૂબ લાંબુ અથવા જટિલ ન હોવું જોઈએ. તે સરળતાથી યાદગાર હોવું જોઈએ અને કોઈ ચોક્કસ જૂથ, વ્યક્તિ અથવા ધર્મનું અપમાન ન કરતું હોવુ જોઈએ.
વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO) વાવાઝોડાના નામકરણની પ્રક્રિયાને પ્રમાણિત કરવા અને સંકલન કરવા માટે જવાબદાર છે.
WMO વ્યક્તિગત પ્રાદેશિક હરિકેન કેન્દ્રો સાથે નજીકથી કામ કરે છે તેની ખાતરી કરવા માટે કે બધા કેન્દ્રો સમાન ધોરણોનું પાલન કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
