જીવન વીમાની પૉલીસી ખરીદતા પહેલા તમને આ ખબર હોવી જોઈએ
જીવન વીમો એક પ્રકારનો કોન્ટ્રાક્ટ છે, જેમાં વિમાધારકના મૃત્યુ બાદ તેના પરિજનો કે આશ્રિતોને તેની કવર રાશિ મળે છે.
જીવન વીમો એક પ્રકારનો કોન્ટ્રાક્ટ છે, જેમાં વિમાધારકના મૃત્યુ બાદ તેના પરિજનો કે આશ્રિતોને તેની કવર રાશિ મળે છે. જીવન વીમા બે પ્રકારના હોય છે. એક તો જે જીવનભર માટે હોય છે, જ્યારે બીજું ટર્મ ઈન્સ્યોરન્સ. ટર્મ ઈન્સ્યોરન્સમાં પ્રમિયમ ઓછુ હોય છે કારણ કે તેમાં શુદ્ધ રીતે લાઈફ કવર મળે છે વિના કોઈ બચત કે પ્રોફિટે. જ્યારે લાઈફ ઈન્સ્યોરન્સ આખા જીવનનું કવર હોય છે. તેની મેચ્યોરિટી નક્કી હોતી નથી. વીમાધારકના મૃત્યુ સુધી પ્રમિયમ ભરવાનું હોય છે અને તેના મૃત્યુ બાદ તેના કુટુંબને તેની રકમ મળે છે. અહીં તમને જણાવિશું કે વીમા પૉલિસી લેતા પહેલા તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું.

પરિપક્વતા સમયગાળો
વીમા પૉલીસી ખરીદવાનો અર્થ એ થયો કે, તમે જે તે કોન્ટ્રાક્ટ સાથે સહમત છો. તમે પૉલીસી ખરીદતી વખતે સહમતિ દર્શાવો છો, પૉલીસી ખરીદતી વખતે તમે મેચ્યોરિટી ડેટ સાથે સહમત છો. તમે પાછળથી તેમાં કોઈ જ ફેરફાર કરી શકશો નહિં. જેમ કે, તમે પોતાના માટે 60 વર્ષનો પ્લાન લીધો છે, તો મેચ્યોરિટી ડેટમાં પાછળથી કોઈ ફેરફાર કરી શકશો નહિં. 80 વર્ષ માટે તમારે બીજું કવર લેવું પડશે.

વીમા કંપનીથી લોન
તમે વીમા કંપનીથી લોન પણ લઈ શકો છો. આ લોન પર વ્યાજ શું લાગશે તે તમે લોન ક્યારે લો છો તેના પર આધાર રાખે છે. જેનો વ્યાજ દર એક ઈંડેક્સ પર નિર્ભર છે. જેમ કે, બેંકો દ્વારા નિર્ધારિત 10 વર્ષના જી-સેક કે આઈઆરડીએઆઈ દ્વારા એપ્રુવલ કરવામાં આવ્યો હોય. વીમાકર્તા દ્વારા તે અલગ-અલગ હોઈ શકે છે.

પૉલીસીને સરેન્ડર કરતી વખતે
જો તમે થોડા વર્ષો બાદ પૉલીસીને સરેન્ડર કરો છો તો તેનો ચાર્જ તમારી પૉલીસી અને તેના ફિચર્સ પર નિર્ભર છે. સરેન્ડર વેલ્યુને ભરેલ પેમેન્ટ સાથે કોઈ સંબંધ નથી. પણ યુનિટ લિંક પૉલીસી દ્વારા મેળવેલ લાભ પર તેનો આધાર રહેલ છે. જો તમારી પાસે યુલિપ (યુએલઆઈપી) છે તો તમને 5 વર્ષ બાદ આખી યુનિટ વેલ્યુ મળશે. કારણ કે 5 વર્ષ પછી સરેન્ડર ચાર્જ શૂન્ય થઈ જાય છે. ટ્રેડિશનલ પૉલીસીમાં સરેન્ડર વેલ્યુ મેળવેલ લાભની કોઈ ડિસ્કાઉન્ટ કરેલી વેલ્યુ હોય છે. સરેન્ડર ચાર્જ દરેક પૉલીસીમાં અલગ હોય છે અને તે કોન્ટ્રાક્ટમાં લખેલ હોય છે.

પૉલીસીમાં આપો સાચી માહિતી
વીમાનો કોન્ટ્રેક્ટ યૂબેરિયા ફંડ્સના સિદ્ધાંતનું પાલન કરે છે. જેનો અર્થ એ છે કે પૂરોં વિશ્વાસ. તેમાં તમારે જોઈતી તમામ અંગત જાણકારી, આરોગ્યની સ્થિતિ અને આરોગ્યને લગતી સમસ્યાઓ જણાવવાની હોય છે. જો તમે સાચી માહિતી નહિં આપો તો તમારુ ક્લેમ રિજેક્ટ થઈ જશે. વીમા પોલીસીના કોન્ટ્રેક્ટમાં આ વિશે જણાવેલ હોય છે.

પૉલીસી વિશે સારી રીતે જાણી લો
વીમા કાનુન ધારા 45 અનુસાર જો તમે કોઈ પૉલીસીને 3 વર્ષ વાદ અસ્વીકૃત નથી કરી શકતા. જો વીમાકર્તા ફરીથી મૂલ્યાંકન કરે છે અને પહેલી પૉલીસી બાદ બીજી પૉલીસી જારી કરે છે તો ક્લેમ અને નિયમ અને શરતોની જાણકારી મેળવી લેવી. પૉલીસી સાથે સંપૂર્ણ રીતે સહમત થયા બાદ જ તમારે લેવી.

લોન અને રિપેમેન્ટની પ્રિમિયમ પર કોઈ અસર નહિં
વીમા પૉલીસીની એંડૉવમેંટ પૉલીસી લોનની સુવિધા આપે છે. જ્યારે યુનિટ-લિંક ઈન્સ્યોરન્સ અને ટર્મ-ઈન્સ્યોરન્સમાં આવું હોતુ નથી. સામાન્ય રીતે સ્વીકૃત કરેલ લોન સરેન્ડર વેલ્યુનો એક અનુપાત હોય છે. જેથી જાણી લો કે લોન અને રિપેમેન્ટની પ્રિમિયમ પર કોઈ અસર પડતી નથી. જો તમે લૉન ભરતા નથી તો તે રકમ ઈન્સ્યોરન્સમાં વસુલવામાં આવશે.
નિયમ અનુસાર એક વ્યકિતએ વાર્ષિક આવકથી 10 ગણું કવર લેવું જોઈએ. ટર્મ-ઈન્સ્યોરન્સ પૉલીસીમાં જો વીમાધારકનું મૃત્યુ થઈ જાય છે તો તેના નોમિનીને આ તમામ રાશિ મળે છે. પૉલીસીના સરવાઈકલ કે મેચ્યોરિટી બેનિફિટ નથી. પૉલીસી લેતી વખતે જો તમે તમારો નોમિની નક્કી કર્યો નથી તો કાનુની ઉત્તરાધિકારીને તેનો લાભ મળશે. દાવો કરતી વખતે વીમાકર્તા દ્વારા ઉત્તરાધિકારીના દસ્તાવેજ માંગવામાં આવે છે.
આ પણ વાંચો: આ બે રીતથી તાત્કાલિક મળશે લોન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
