Twitter Down : ટ્વીટર થયું ડાઉન, લોકોએ આ રીતે લીધી મજા
Twitter Down : ટ્વીટરની ઓફિસમાં છેલ્લા 2 અઠવાડિયાથી ઘણુ બધુ ચાલી રહ્યું છે. આ સાથે ટ્વીટરના નવા માલીક એલોન મસ્કે ડીલ ફાઇનલ કરતાની સાથે જ સીઇઓ પરાગ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાંકલપટ્ટી કરી હતી.
Twitter Down : ટ્વીટરની ઓફિસમાં છેલ્લા 2 અઠવાડિયાથી ઘણુ બધુ ચાલી રહ્યું છે. આ સાથે ટ્વીટરના નવા માલીક એલોન મસ્કે ડીલ ફાઇનલ કરતાની સાથે જ સીઇઓ પરાગ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાંકલપટ્ટી કરી હતી. આ સાથે ટ્વીટરમાં છટણી ચાલુ જ છે. આ વચ્ચે ટ્વીટર ડાઉન (Twitter Down) થયું હતું. 4 નવેમ્બરની સવારે 3 કલાકે યુઝર્સને ટ્વીટર વાપરવામાં સમસ્યા થઇ રહી છે.

ડાઉનડિટેક્ટર અનુસાર અત્યાર સુધીમાં 200 લોકોએ ટ્વીટરના આઉટેઝની ફરિયાદ કરી હતી. મોટાભાગના યુઝર્સને ટ્વીટરના વેબસાઇટ પર સમસ્યા આવી રહી હતી. જોકે, ટ્વીટર એપના માત્ર 6 ટકા લોકોએ જ ફરિયાદ કરી હતી. જોકે, તમામ યુઝર્સને સમસ્યા આવી રહી ન હતી. ઘણા યુઝરને લોગઇન કરવામાં તકલીફ પડી રહી છે.
|
સિગ્નલ પર મેસેજ કરી શકો છો
ટ્વીટર ડાઉન થયા બાદ લોકો વિવિધ પ્રકારના મીમ્સ પણ શેર કરી રહ્યા છે. કોઈ કહે છે કે, જ્યારે ટ્વીટર બંધ હોય, ત્યારે મને પુસ્તક વાંચવું ગમશે. ઘણા યુઝર્સે એમ પણ કહ્યું છે કે, જો ટ્વીટર ડાઉન છે, તો તમે મને સિગ્નલ પર મેસેજ કરી શકો છો.
|
ટ્વીટરમાં મોટા પાયે છટણી
એલોન મસ્કના માલિક બન્યા બાદ ટ્વીટર મોટા પાયે છટણી કરી રહ્યું છે. ટ્વીટરમાં કર્મચારીઓની છટણી આજથી એટલે કે 4 નવેમ્બરથીશરૂ થઈ ગઈ છે. મસ્ક કંપનીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં ઘટાડો કરીને લગભગ 82 બિલિયન ડોલરની બચત કરવા માંગે છે.
|
'ડીપ કટ્સ પ્લાન' નામ આપાયું
એક રિપોર્ટ અનુસાર, મસ્કે Twitter Inc ના નવા મેનેજર્સને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કિંમત ઘટાડવા માટે પગલાં લેવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, તે ટ્વીટરના ખર્ચમાં દર વર્ષે 1 બિલિયન ડોલરનો ઘટાડો કરવા માંગે છે. મસ્કે ખર્ચમાં કાપ મૂકવાની આ યોજનાને 'ડીપ કટ્સ પ્લાન' નામ આપ્યું છે.
|
ટ્વીટર હાલમાં દરરોજ ગુમાવી રહ્યું છે 3 મિલિયન ડોલર
એક આંતરિક ટ્વીટર સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, ખર્ચ ઘટાડવાની યોજનાથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની સર્વર અનેક્લાઉડ સેવાઓમાંથી દરરોજ 1.5 મિલિયન ડોલર અને 3 મિલિયન ડોલરની બચત કરવાનું લક્ષ્ય રાખે છે.
આંતરિક દસ્તાવેજો અનુસાર, ટ્વીટરને હાલમાં દરરોજ 3 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. જોકે, આ યોજના અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
