1 ઓગસ્ટથી બદલાઇ જશે આ નિયમો, જેની સીધી અસર ખિસ્સા પર પડશે
જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને 1 ઓગસ્ટ મહિનો આવી રહ્યો છે. 1 ઓગષ્ટ તારીખ સાથે દર મહિનાની જેમ આ વખતે પણ કેટલાક ફેરફારો થવાના છે. ગેસની કિંમત ઉપરાંત, તેમાં બેંકિંગ સિસ્ટમ સાથે સંબંધિત કેટલાક અપડેટ્સ પણ શામેલ છે.
જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને 1 ઓગસ્ટ મહિનો આવી રહ્યો છે. 1 ઓગષ્ટ તારીખ સાથે દર મહિનાની જેમ આ વખતે પણ કેટલાક ફેરફારો થવાના છે. ગેસની કિંમત ઉપરાંત, તેમાં બેંકિંગ સિસ્ટમ સાથે સંબંધિત કેટલાક અપડેટ્સ પણ શામેલ છે. નિયમોમાં ફેરફારની સીધી અસર તમારા પર પડશે. આ સિવાય બેંકોમાં પણ દર મહિના કરતા આ મહિને વધુ રજાઓ રહેશે. આવો જાણીએ 1 ઓગસ્ટથી થયેલા ફેરફારો વિશે...

બેંક ઓફ બરોડા ચેક પેમેન્ટ સિસ્ટમ
જો તમારું ખાતું બેંક ઓફ બરોડામાં છે, તો આ સમાચાર તમારા કામના છે. આ 1 ઓગસ્ટથી બેંક ઓફ બરોડામાં ચેક દ્વારા પેમેન્ટ કરવાનાનિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.
આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને જાણ કરી છે કે, 1 ઓગસ્ટથી રૂપિયા 5લાખ કે તેથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
આ અંતર્ગત બેંકે એસએમએસ, નેટ બેંકિંગ અથવામોબાઈલ એપ દ્વારા ચેકથી સંબંધિત માહિતી આપવાની રહેશે.

રાંધણ ગેસના ભાવ
દર મહિનાની જેમ આ વખતે પણ પહેલી ઓગસ્ટથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. આ વખતે કંપનીઓ ઘરેલું અનેકોમર્શિયલ બંને ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, આ વખતે સિલિન્ડરના ભાવમાં 20 થી 30 રૂપિયાનોફેરફાર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગત વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું હતું, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારોકરવામાં આવ્યો હતો.

18 દિવસ સુધી બેંકો રહેશે બંધ
આ વખતે ઓગસ્ટમાં મહોરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવારો આવી રહ્યા છે. આકારણોસર, આ વખતે વિવિધ રાજ્યો સહિત કુલ 18 દિવસ બેંકો બંધ રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ તેની યાદીમાં જાહેરાત કરી છેકે, ઓગસ્ટમાં બેંક ઘણા દિવસો સુધી બંધ રહેશે. આ મહિનામાં બીજા અને ચોથા શનિવાર અને ચાર રવિવાર સહિત કુલ 18 દિવસ બેંકો બંધરહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
