SBI ATM Free Withdrawal Limit : ATMમાંથી હવે કેટલી વખત મફતમાં પેસા ઉપાડી શકાશે? જાણો નવા નિયમ
SBI ATM Free Withdrawal Limit : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) એ ATM ટ્રાન્ઝેક્શનને લઈને નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે.
હવે ગ્રાહકો માટે ATMમાંથી મફતમાં પેસા ઉપાડવાની સીમા અને વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર લાગતા ચાર્જમાં બદલાવ કર્યો છે.

SBIએ બચત ખાતાવાળા ગ્રાહકો માટે નવી વ્યવસ્થા મુજબ બધા ગ્રાહકોને SBIના ATM પરથી મહિને 5 અને અન્ય બેંકોના ATM પરથી 10 મફત ટ્રાન્ઝેક્શન મળશે. પરંતુ જો તમારું બેલેન્સ વધુ હોય તો એ પ્રમાણે સુવિધામાં પણ ફેરફાર રહેશે.
- 25,000 થી 50,000 વચ્ચે બેલેન્સ હોય તો અન્ય બેંકોના ATM પરથી માત્ર 5 મફત ટ્રાન્ઝેક્શન મળશે.
- 50,000 થી 1 લાખ સુધી બેલેન્સ હોય તો પણ અન્ય બેંકોના ATM પરથી 5 મફત ટ્રાન્ઝેક્શન મળશે.
- 1 લાખથી વધુ બેલેન્સ હોય તો તમે અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકો છો, એ પણ SBI અને અન્ય બેંકોના બંને ATMથી.
જો તમે મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા ક્રોસ કરો છો તો પછી તમારે આ ચાર્જ ભરવો પડશે.
- SBI ATM પર : 15 + GST
- અન્ય બેંકના ATM પર : 21 + GST
બેલેન્સ ચેક અને મીની સ્ટેટમેન્ટ માટેના નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. SBI ATM પર બેલેન્સ તપાસવું કે મીની સ્ટેટમેન્ટ લેવુ મફત રહેશે. અન્ય બેંકના ATM 10 + GST લાગશે.
જો તમારું ટ્રાન્ઝેક્શન અયોગ્ય બેલેન્સના કારણે નિષ્ફળ જાય છે તો SBI માં 20+GST પેનલ્ટી તરીકે લેવાશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મે 2025થી ATM ટ્રાન્ઝેક્શનના વધુમાં વધુ ચાર્જને 21થી વધારીને 23 કર્યો છે. એટલે કે SBI સહિત તમામ બેંકોના ગ્રાહકોને આગામી સમયમાં ATMમાંથી પેસા ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે.
જો તમે વારંવાર ATMનો ઉપયોગ કરો છો તો તમારા ખાતાનું બેલેન્સ ધ્યાનમાં રાખો અને ટ્રાન્ઝેક્શનની ગણતરી કરો. નહિંતર નાનાં નાનાં ચાર્જથી તમારી બચત પર અસર પડી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
