LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, ઈંધણ કંપનીઓએ આપી મોટી રાહત
મોંઘવારીની ચારે તરફથી માર સહન કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે.
નવી દિલ્લીઃ મોંઘવારીની ચારે તરફથી માર સહન કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 135 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈંધણ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કૉમર્શિયલ ગેસ સિલિન્ડના ભાવ 135 રુપિયા ઘટાડ્યા છે. ત્યારબાદ આજથી દિલ્લીમાં કૉમર્શિયલ ગેસ સિલિન્ડર 2219 રૂપિયામાં મળશે કે જે પહેલા 2354 રૂપિયાનુ હતુ. કોલકત્તામાં સિલિન્ડર 2322 રૂપિયા, મુંબઈમાં 2171.50 રૂપિયા અને ચેન્નઈમાં 2373 રૂપિયાનુ સિલિન્ડર મળશે.

તમને જણાવી દઈએ કે 19 મેના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. મે મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો હતો. 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 8 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. એવુ માનવામાં આવતુ હતુ કે આજે 1 જૂને ઈંધણ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતમાં સુધારો કરશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં ઘણો ઉછાળો આવ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને એટીએફની સાથે એલપીજીની કિંમતમાં પણ વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી કિંમતો વચ્ચે એવું માનવામાં આવી રહ્યુ હતુ કે આજે એલપીજી ગેસના ભાવમાં વધારો થઈ શકે છે પરંતુ એવુ થયુ નહિ. ઈંધણ કંપનીઓ મહિનામાં બે વખત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. પ્રથમ ફેરફાર મહિનાની શરૂઆતમાં થાય છે જ્યારે બીજો ફેરફાર મહિનાની મધ્યમાં થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
