હવે ટ્વીટરના બ્લુ ટીક ધારકોને ચૂકવવા પડશે 8 ડોલર, તો આ અધિકારીએ આપ્યું રાજીનામુ
ટેસ્લા કંપનીના સીઇઓ એલોન મસ્ક દ્વારા ટ્વીટર ખરીદ્યા બાદ ઘણા બદલાવ કરી રહ્યા છે. જેમાં પરાગ અગ્રવાલની હાંકલ પટ્ટી કર્યા બાદ હવે બ્લુ ટીક ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેસ્લા કંપનીના સીઇઓ એલોન મસ્ક દ્વારા ટ્વીટર ખરીદ્યા બાદ ઘણા બદલાવ કરી રહ્યા છે. જેમાં પરાગ અગ્રવાલની હાંકલ પટ્ટી કર્યા બાદ હવે બ્લુ ટીક ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે ટ્વીટર પર બ્લુ ટીક માટે સબસ્ક્રિપ્શનની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતા એલોન મસ્કે જણાવ્યું હતું કે, હવે બ્લુ ટીક માટે યુઝર્સે પ્રતિ માસ 8 ડોલર(અંદાજે 660 રૂપિયા) ચૂકવવા પડશે.

દર મહિને ચૂકવવો પડશે 8 ડોલરનો ચાર્જ
એલોન મસ્કએ મંગળવારના રોજ "Twitter Blue" ના નવા એડિશનની જાહેરાત કરી હતી. જેમાં તેઓ Twitter ની સબ્સ્ક્રિપ્શન સેવા દર મહિને 8 ડોલર ચાર્જ કરવાની યોજના ધરાવે છે, જેમાં ટ્વિટર પોસ્ટનો જવાબ આપવા, ઉલ્લેખ કરવા અને શોધવાની પ્રાથમિકતાનો સમાવેશ થાય છે.

એલોન મસ્કે પેઇડ બ્લુ ટીક તરફ ધ્યાન દોર્યું
ઉલ્લેખનીય છે કે, જેવી જ એલોન મસ્કે પેઇડ બ્લુ ટીક તરફ ધ્યાન દોર્યું, સોશિયલ મીડિયા પર તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો હતો. તાજેતરમાંએક લેખક સ્ટીફન કિંગે પેઇડ બ્લુ ટીક માટે તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
જે બાદ એલોન મસ્કે લેખકના ટ્વીટનો જવાબ આપતાલખ્યું હતું કે, તમે આઠ ડોલર વિશે શું વિચારો છો?એલોન મસ્કે પેઇડ બ્લુ ટીક તરફ ધ્યાન દોર્યુંઉલ્લેખનીય છે કે, જેવી જ એલોન મસ્કે પેઇડ બ્લુ ટીક તરફ ધ્યાન દોર્યું, સોશિયલ મીડિયા પર તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો હતો.
તાજેતરમાંએક લેખક સ્ટીફન કિંગે પેઇડ બ્લુ ટીક માટે તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો, ત્યારબાદ એલોન મસ્કે લેખકના ટ્વીટનો જવાબ આપતાલખ્યું હતું કે, તમે આઠ ડોલર વિશે શું વિચારો છો?
|
લેખક સ્ટીફન કિંગે આનો વિરોધ કર્યો
એક યુઝરે એલોન મસ્કને ટ્વીટ કરીને પૂછ્યું હતું કે, તેના ફોલોઅર્સની સંખ્યા મોટી છે, તેમ છતાં તે બ્લુ ટીક મેળવી શકતો નથી. આ ટ્વીટના જવાબમાં એલોન મસ્કે પેઇડ બ્લુ ટીક તરફ ધ્યાન દોર્યું હતું. જે બાદ ટ્વીટર પર પહેલી બ્લુ ટિક માટે 19.99 ડોલર (લગભગ 1,600 રૂપિયા) ચાર્જ કરવાનું કહેવામાં આવી રહ્યું હતું, જેનો લોકો ભારે વિરોધ કરી રહ્યા હતા.
આવા સમયે લેખક સ્ટીફન કિંગે આનો વિરોધ કર્યો અને તેમના ટ્વીટમાં લખ્યું હતું કે, બ્લુ ટીક માટે 1600 રૂપિયા? આ બકવાસ છે, પરંતુ ટ્વીટર સામી મને ચૂકવણી કરવી જોઈએ. જો એવું થશે તો હું પ્લેટફોર્મ છોડી દઈશ.
|
તમે આઠ ડોલર વિશે શું વિચારો છો?
લેખકના ટ્વીટનો જવાબ આપતા મસ્કે જણાવ્યું હતું કે, ટ્વીટર પર બ્લુ ટીક માટે 1,600 રૂપિયા નહીં, પણ આઠ ડોલર (660 રૂપિયા) નો ખર્ચ થશે. મસ્કે ટ્વીટ કર્યું કે, અમારે બિલ કોઈ રીતે ચૂકવવા પડશે! ટ્વીટર ફક્ત જાહેરાતકર્તાઓ પર આધાર રાખી શકતું નથી. તો તમે આઠ ડોલર વિશે શું વિચારો છો?

90 દિવસની અંદર ટ્વીટર બ્લુ સબસ્ક્રાઇબ કરવું પડશે
આ અગાઉ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ટ્વીટરની પેઇડ બ્લુ ટીક ફક્ત ટ્વીટર બ્લુ સભ્યો માટે જ હશે, જે સબસ્ક્રિપ્શન-આધારિત સેવા છે. ટ્વીટર બ્લુનું સબ્સ્ક્રિપ્શન મેળવ્યા બાદ, યુઝર્સને ટ્વિટ એડિટ સહિત ઘણી વિશિષ્ટ સુવિધાઓ મળેછે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જેમનું અકાઉન્ટ પહેલેથી જ વેરિફાઈડ છે, તેમણે 90 દિવસની અંદર ટ્વીટર બ્લુ સબસ્ક્રાઇબ કરવું પડશે,નહીં તો પ્રોફાઇલમાંથી બ્લુ ટીક હટાવી દેવામાં આવશે.

ટ્વીટરના એડવર્ટાઇઝિંગ સેલ્સ હેડ સારાહ પર્સનેટે આપ્યું રાજીનામું
ટ્વીટરના એડવર્ટાઈઝિંગ ચીફ સારાહ પર્સનેટે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા યુએસ 44 બિલિયન ડોલરમાં ટ્વીટર એક્વિઝિશન ડીલ પૂર્ણ કર્યાના અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર નિયંત્રણ મેળવ્યાના કલાકો બાદ સારાહે રાજીનામું આપ્યું હતું.

મારો કામ કરવાનો અધિકાર સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો
ટ્વીટર પર એક ટ્વીટમાં, પર્સોનેટે જણાવ્યું હતું કે, હેલો મિત્રો, હું શેર કરવા માંગું છું કે, મેં શુક્રવારના રોજ ટ્વીટરમાંથી રાજીનામું આપ્યું હતું અને મંગળવારે રાત્રે મારો કામ કરવાનો અધિકાર સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો હતો. એક નેતા અને સહકર્મી તરીકે તમને બધાની સેવા કરવી એ મારો સૌથી મોટો લહાવો રહ્યો છે. ઘણા લોકોએ મને આ કહેતા સાંભળ્યું છે, પરંતુ હું માનું છું કે, કંપનીમાં મેં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી તે બ્રાન્ડ હતી. જેમાં સુરક્ષા જરૂરિયાતો મળી હતી.

GARMના ધોરણોને જાળવી રાખવાના મહત્વને સમજે છે
જોકે, પર્સનેટે સ્પષ્ટ કર્યું નથી કે, તેણે ટ્વીટરમાંથી રાજીનામું કેમ આપ્યું હતું. તેમના ટ્વીટમાં, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવું વહીવટી તંત્ર ગ્લોબલ એલાયન્સ ફોર રિસ્પોન્સિબલ મીડિયા (GARM) ના ધોરણોને જાળવી રાખવાના મહત્વને સમજે છે.
પર્સોનેટે જણાવ્યું હતું કે, આ ટ્વીટનો સૌથી મહત્વનો ભાગ તમારા બધા માટે છે. મારી ટીમ માટે, જેમ તમે જાણો છો, મારી પાસે સામાન્ય રીતે ઘણા બધા શબ્દો હોય છે, પરંતુ તમારા બધા સાથે કામ કરવા માટે મને જે સન્માનની લાગણી થાય છે, તેનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
