વિદેશી રોકાણકારો માટે નવા નિયમો હળવા બનાવાશે

કેન્દ્ર સરકારની આ યોજનામાં સેબીએ પણ ભારતમાં વિદેશી રોકાણકારો સરળતાથી રોકાણ કરી શકે તે વિશેની ભલામણ કરી છે. નવી યોજનમાં દરેક રોકાણકારોને એક જ શ્રેણીમાં લાવવાની સાથે તેમી મૂડીગત પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવે તેવુ આયોજન કરાયું છે.
આ અંગે પૂર્વ કેબિનેટ સચિવ ચંદ્રશેખરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ રિપોર્ટ અવા સમયે સરકારને આપવામાં આવ્યો છે, જ્યારે રૃપિયામાં ખૂબ નરમાઈ જોવા મળી રહી છે અને સરકાર અને આરબીઆઈ વિદેશી રોકાણ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે કોઈ પણ કંપનીમાં વિદેશથી થતા 10 ટકાથી વધુનુ રોકાણ એફડીઆઈની શ્રેણીમાં રાખવુ જોઈએ, અને તેનાથી ઓછા વિદેશી રોકાણને વિદેશી પોર્ટ ફોલિયો રોકાણ (એફપીઆઈ) અંતર્ગત રાખવુ જોઈએ.
સમિતિ દ્વારા ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટમેન્ટ (એફઆઈઆઈ), સબ એકાઉન્ટ અને પાત્ર વિદેશી રોકાણકારો (ક્યુએફઆઈ)ને ભેગા કરીને વિદેશી પોર્ટફોલિયો રોકાણ (એફપીઆઈ)ના નામથી એક શ્રેણી બનાવવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ રોકાણકારોની મૂડીની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે સેબી સાથે મળીને અગાઉના શરતોનો પૂરી કરી દેવાની ભલામણ કરવામાં આવી છે.
સેબીએ આપેલી માહિતી પ્રમાણે એફપીઆઈને ડિઝાઈન ડિપોઝીટરી પાર્ટીસિપેન્ટ (ડીડીપી)ની સાથે માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું નહી પરંતુ તેના દ્વારા વેપાર પણ કરવો પડશે. આ માટે સેબી દ્વારા નવા નિયમો બનાવવામાં આવશે. સમીતિએ રોકાણકારોના સ્તરનું એક શ્રેણી નક્કી કરીને કેવાયસી નિયમ પણ રજૂ કરવો પડશે. આ સમિતિમાં ચંદ્રશેખર સિવાય આરબીઆઈ અને સેબીના પ્રતિનીધીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિના મત પ્રમાણે એફપીઆઈ દ્વારા કુલ રોકાણની મર્યાદા 24 ટકા રાખવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
