કેશ કિંગ તેલને કારણે ડૂબી શકે છે આ કંપની, જાણો કારણ
ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં મુશ્કેલી બાદ મ્યુચ્યુઅલ ફંડ અને NBFC પણ મુશ્કેલીમાં છે. આ દરમિયાન કોલકાતાની ઈમામી કંપની પર પણ મ્યુચ્યુઅલ ફંડની 2 હજાર કરોડની લૉન હોવાનો ખુલાસો થયો છે
ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં મુશ્કેલી બાદ મ્યુચ્યુઅલ ફંડ અને NBFC પણ મુશ્કેલીમાં છે. આ દરમિયાન કોલકાતાની ઈમામી કંપની પર પણ મ્યુચ્યુઅલ ફંડની 2 હજાર કરોડની લૉન હોવાનો ખુલાસો થયો છે. આ પૈસા ઈમામીના પ્રમોટર્સે કંપનીના શૅર ગિરવે રાખીને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝને આપ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઈમામી જૂથે બિનમ્યુચ્યુઅલ કંપનીઓ પાસેથી પણ લૉન લીધી છે. સ્થઇતિ એવી છે કે ઈમામીમાં પ્રમોટર્સની કંપનીઓનો હિસ્સો 72 ટકા છે. જેમાંથી અડધો હિસ્સો ગિરવે મૂકાયેલો છે.
આ પણ વાંચો: ડૂબી શકે છે બેન્કમાં જમા પૈસા, જાણો કેવી રીતે બચશો

કેશ કિંગ માટે લીધી હતી લૉન
મુશ્કેલી એ છે કે ઈમામીના શૅરનું રોજનું ટ્રેડિંગ માત્ર 10-12 કરોડ રૂપિયા જ છે. ઈમામીના શાર હાલ પોતાની હાઈએસ્ટ વેલ્યુથી અડધી કિંમતે છે. વર્ષ 2015માં ઈમામીએ કેશ કિંગને 1,684 કરોડમાં ઓવરટેક કરી હતી, આ માટે કંપનીએ 950 કરો઼ના શૅર ગિરવે મૂક્યા હતા. કંપનીએ કેશ કિંગ અને બીજી બ્રાન્ડ્સ SBS બાયોટેક પાસેથી ખરીદી હતી. તે સમયે જ નિષ્ણાતોએ આ સોદાને મોંઘો ગણાવ્યો હતો.

સોમવારે ગગડ્યા શેર
સોમવારે ઈન્ટ્રા ડે શેશનમાં ઈમામીના શેરમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે ચાર વર્ષના લઘુત્તમ સ્તર 336 રૂપિયા પર શેર હતું. જો કે બાદમાં તેમાં સુધારો તયો પરંતુ ચાર ટકાના ઘટાડા સાથે શેર 368 રૂપિયાની કિંમતે બંધ થયો હતો.

ઉઠી રહ્યા છે સવાલ
ઝી એન્ટરટેઈનમેન્ટની જેમ જ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ગિરવે મૂકેલા શેર્સ એટલે નહોતા વેચ્યા કારણ કે આમ કરવાથી શેરના ભાવ અચાનક ગગડી શકે છે અને મૂળ રકમ ન વસુલી શકાય. હવે સવાલ એ છે કે કંપનીઓ ગિરવે મૂકેલા શેર્સ વેચીને પણ વસુલી નથઈ કરી શક્તી તો પછી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ શું વિચારીને આટલી રકમના શેર ગિરવે રાખ્યા હતા.

અપોલો હોસ્પિટલની પણ આ જ હાલત
આ ઉપરાંત એપોલો હોસ્પિટલની શેરની કિંમતમાં પણ સોમવારે 11 ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીના 7 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો ઘટાડો છે, જેને કારણે રોકાણકારો ડરી રહ્યા છે. અપોલો હોસ્પિટલ્સમાં પ્રમોટર્સની 34 ટકા હિસ્સેદારી છે, તેમણે પોતાના 75 ટકા શેર ગિરવે મૂક્યા છે.

શેર તૂટ્યા
સોમવારે અપોલો હોસ્પિટલના શેરમાં ઘટાડા પાછળનું કારણ છે મદ્રાસ હાઈકોર્ટે હોસ્પિટલની ફગાવેલી અરજી. હોસ્પિટલે મદ્રાસ હાઈકોર્ટમાં તામિલનાડુના પૂર્વ સીએમ જયલલિથાના મૃત્યુ પહેલા અપોલો હોસ્પિટલમાં તેમની કરાયેલી સારવારની ક્ષમતા અને શુદ્ધતા તપાસવા માટે તપાસ કમિશન રચવા પર રોક લગાવવાની માગ કરી હતી. હાઈકોર્ટે આ અરજી પર વચગાળાનો આદેશ આપવાની ના પાડી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
