મ્યુચ્યુઅલ ફંડમાં આ રીતે રોકાણ કરી તમારા સંતાનને કરોડપતિ બનાવો
પોતાના સંતાનનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે દરેક માતા-પિતા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી છૂટતા હોય છે. જો કે સાચી દિશામાં પ્રયત્નો કરવામાં આવે તો તેમાં સંપૂર્ણ સફળતા મળે છે.
પોતાના સંતાનનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે દરેક માતા-પિતા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી છૂટતા હોય છે. જો કે સાચી દિશામાં પ્રયત્નો કરવામાં આવે તો તેમાં સંપૂર્ણ સફળતા મળે છે. તેનું અગાઉથી યોગ્ય નાણાકીય પ્લાનિંગ કરવામાં આવે તો બાળકનાં ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાય છે. તે માટે જરૂરી છે એવું પ્લાનિંગ કે જેનાથી તમારો દિકરો કે દિકરી 18 વર્ષના થાય ત્યાં સુધી તેઓ કરોડપતિ બની ચૂક્યા હોય. જો એક કરોડ રૂપિયા તમારા સંતાનના નામે ચોક્કસ સમય સુધી જમા કરાવી દેવામાં આવે તો તે ફંડથી વિના કોઈ લોન લીધે તે પોતાનો અભ્યાસ કરી શકશે, સાથે જ આ 1 કરોડ રૂપિયાના ફંડનું વ્યાજ પણ તેને જીવનભર મળતુ રહેશે.

લાંબાગાળાનું રોકાણ કરાવે લાભ
ફાઈનાન્સિયલ અડવાઈઝ ફર્મ બીપીએન ફિનકૈપના ડાયરેક્ટર એકે નિગમના જણાવ્યા પ્રમાણે જ્યારે લાંબાગાળા માટે રોકાણ કરવામાં આવે છે તો તેનું સારુ રિટર્ન મળે છે. જેથી ઘરમાં સંતાનના જન્મ સાથે જ જો તેના માટે રોકાણ શરૂ કરી દેવામાં આવે તો 18 વર્ષની ઉંમર થતા સુધીમાં તેની માટે 1 કરોડનું ફંડ સરળતાથી તૈયાર કરી શકાય છે. એવી ઘણી સ્કીમ છે જેમાં લાંબા ગાળા માટે 15 ટકાથી વધુ રિટર્ન મળે છે. આવી જગ્યાએ રોકાણ કરવાથી બાળકો સરળતાથી કરોડપતિ બની શકે છે.

કેવી રીતે બનાવશો તમારા બાળકને કરોડપતિ?
તમારા બાળક માટે આ પ્રમાણેનું નાણાકીય પ્લાનિંગ કરવું ખૂબ સરળ છે. જો બાળકના જન્મથી જ આ રોકાણ કરવામાં આવે તો 18 વર્ષ સુધી આ રોકાણ ચાલી શકે છે. માની લઈએ કે તમારા આ રોકાણ પર 12 ટકાથી 15 ટકા સુધીનું રિટર્ન મળે છે તો દરેક મહિને 9000 રૂપિયા કે 13000 રૂપિયાનું રોકાણ કરવાની જરૂરિયાત રહે. 12 ટકા રિટર્નની અપેક્ષાએ રોકાણ કરીએ તો 12000 રૂપિયા દર મહિને રોકાણ કરવું પડે. ત્યાં જ 15 ટકાના રિર્ટનની અપેક્ષાએ રોકાણ કરીએ તો 9000 રૂપિયા દર મહિને રોકાણ કરવું પડે. આ માટે તમારા બાળકના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પડે.

જાણો કેવી રીતે વધશે રોકાણ
અંશ ફાયનેંશિયલ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના ડાયરેક્ટર દિલિપ કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, દરેક મહિને કરેલ રોકાણ દ્વારા લાંબાં ગાળે મોટુ ફંડ તૈયાર થઈ જાય છે. લોકોને લાગે છે કે દરેક મહિનાનું રોકાણ કેવી રીતે આટલું મોટુ ફંડ બની શકે પણ તેમને કંપાઉન્ડિંગની તાકાતનો અંદાજો નથી. દર મહિને રોકાણ પર મળનારા રિટર્નથી કમ્પાઉન્ડિંગને ગ્રોથ મળે છે. જેથી દર મહિને જમા કરેલ રાશિ તેજીથી વધે છે. આજ કારણે મ્યુચ્યુઅલ ફંડમાં સિપ એટલે કે એસઆઈપીના માધ્યમથી રોકાણ કરવું સૌથી સારુ ગણાય છે.

12 ટકા જેટલું રિટર્ન આપનારી રોકાણ યોજના
-13000 રૂપિયામાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરો
-એસઆઈપીના માધ્યમથી દર મહિને 13000 રૂપિયા રોકો
-તેના પર મળે 12 ટકા રિટર્ન
-18 વર્ષમાં તૈયાર થઈ જશે લગભગ 1 કરોડ રૂપિયાનું ફંડ

15 ટકા જેટલું રિટર્ન આપનારી રોકાણ યોજના
-9000 રૂપિયાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો શરૂ
-એસઆઈપીના માધ્યમથી દર મહિને રોકો 9000 રૂપિયા
-તેના પર મળશે 15 ટકા જેટલું રિટર્ન
-18 વર્ષમાં તૈયાર થઈ જશે લગભગ 1 કરોડ રૂપિયાનું ફંડ

5 વર્ષમાં સૌથી સારુ રિટર્ન આપનારી મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી સ્કીમો
-મોતીલાલ ઓસવાલ નૉસ્ડૉક 100 એક્સચેન્જ મ્યુચ્યુઅલ ફંડે આપ્યુ 5 વર્ષમાં 17.96 ટકા રિટર્ન
-ફૈઁકલિન ઈન્ડિયા ફિડર ફૈઁકલિન યુએસ અપૉર્ચ્યુનિટિઝ મ્યુચ્યુઅલ ફંડ-ડાયરેક્ટ પ્લાને આપ્યુ 5 વર્ષમાં 16.41 ટકા રિટર્ન
-આઈસીઆઈસીઆઈ પ્રુડેંશિયલ બેંકિંગ એન્ડ ફાઈનેંશિયલ સર્વિસિઝ મ્યુચ્યુઅલ ફંડ-ડાયરેક્ટ પ્લાને 5 વર્ષમાં આપ્યુ 15.45 ટકા રિટર્ન
-ફૈઁકલિન ઈન્ડિયા ફિડર ફૈઁકલિન યુએસ અપૉર્ચ્યુનિટિઝ મ્યુચ્યુઅલ ફંડે આપ્યુ 5 વર્ષમાં 15.41 ટકા રિટર્ન
-ઈનવેસ્કો ઈન્ડિયા ફાઈનેંશિયલ સર્વિસિઝ મ્યુચ્યુઅલ ફંડ-ડાયરેક્ટ પ્લાને આપ્યુ 5 વર્ષમાં 15.02 ટકા રિટર્ન
-મિરે એસેટ ઈમર્જિંગ મ્યુચ્યુઅલ ફંડ-ડાયરેક્ટ પ્લાને આપ્યુ 5 વર્ષમાં 14.33 ટકા રિટર્ન
-આઈસીઆઈસીઆઈ પ્રુડેંશિયલ યુએસ બ્લુચિપ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ-ડાયરેક્ટ પ્લાને આપ્યુ 5 વર્ષમાં 14.49 ટકા રિટર્ન
-રિલાયન્સ ઈટીએફ બેંકે આપ્યુ 5 વર્ષમાં 14.88 ટકા રિટર્ન
-આઈસીઆઈસીઆઈ પ્રુડેશિંયલ બેંકિંગ અને નાણા મ્યુચ્યુઅલ ફંડે આપ્યુ 5 વર્ષમાં 14.08 ટકા રિટર્ન
-મિરે એસેટ ઈમર્જિંગ બ્લૂચિપ મ્યુચ્યુઅલ ફંડે આપ્યુ 5 વર્ષમાં 13.35 ટકા રિટર્ન
નોટ-મ્યુચ્યુઅલ ફંડની સ્કીમના રિટર્નના ડાટા 29 જુલાઈ 2019
(નોટ-રોકાણ સલાહ બ્રોકરેજ હાઉસ અને માર્કેટ એક્સપર્ટની રીતે આપવામાં આવી છે. જો કે રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેજો. માર્કેટમાં રોકાણના પોતાના જોખમ છે, જેથી સાવધાની જરૂરી છે. )
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
