epfo rules changes : EPFO નિયમોમાં મોટા ફેરફાર, હવે ક્લેમ સેટલમેન્ટ વધુ સરળ બનશે
epfo rules changes : એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને તેના સભ્યો માટે ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવતા બે મોટા સુધારા કર્યા છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા દ્વારા આ ફેરફારોની જાણકારી આપી.

ચેક અથવા બેંક પાસબુક અપલોડ કરવાની જરૂર નહીં
- હવે EPFO સભ્યોએ પીએફ ક્લેમ માટે ચેકબુક અથવા પ્રમાણિત બેંક પાસબુકની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં. અગાઉ સ્તાવેજોની ગુણવત્તા નબળી હોવાના કારણે ઘણી વખત ક્લેમ રદ થતો હતો અને સેટલમેન્ટ પ્રક્રિયામાં વિલંબ થતો હતો.
- 28 મે 2024થી આ તમામ EPFO સભ્યો માટે લાગુ કરવામાં આવ્યું છે, જે પીએફ ઉપાડ અને ક્લેમ સેટલમેન્ટને વધુ સરળ બનાવશે.
બેંક એકાઉન્ટ લિંક કરવા માટે એમ્પ્લોયરની મંજૂરીની જરૂર નહીં
- અગાઉ EPF ખાતા સાથે બેંક એકાઉન્ટ લિંક કરવા માટે એમ્પ્લોયરની મંજૂરી જરૂરી હતી. હવે આ નિયમ રદ કરી દેવામાં આવ્યો છે. હવે કર્મચારીઓ પોતે જ UAN સાથે બેંક એકાઉન્ટ લિંક અને અપડેટ કરી શકશે. આ બદલાવ ક્લેમ સેટલમેન્ટની ઝડપ વધારશે અને કર્મચારીઓને વધુ સશક્ત બનાવશે.
આ ફેરફારોથી દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નહીં હોવાથી ક્લેમ પ્રક્રિયા સરળ બનશે. આ સિવાય બેંક એકાઉન્ટ અપડેટ કરવા હવે એમ્પ્લોયરની મંજૂરીની રાહ જોવાની જરૂર નહીં રહે. ઑનલાઇન પ્રક્રિયા વધુ સરળ બનશે, જેના કારણે EPF ક્લેમ ઝડપથી થશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
