ચૂંટણી પરિણામના દિવસે માર્કેટ ટ્રેડિંગનો સમય વધારવા બ્રોકર્સની માંગ
મુંબઇ, 26 એપ્રિલ : બ્રોકરોએ ચૂંટણીના પરિણામના દિવસે એટલે કે 16 મે, 2014ના રોજ શેરબજારોમાં ટ્રેડીંગનો સમય લંબાવવા અને પછીના દિવસે એટલે કે શનિવારે બજારો ખુલ્લી રાખવાની પરવાનગી સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે માંગી છે.
સામાન્ય રીતે શનિવારે શેરબજારો બંધ રહે છે. ચુંટણીના પરિણામની જાહેરાતના દિવસે સંભવિત વોલેટિલિટી સાથે કામ કરવા બ્રોકરો ઇચ્છે છે કે શેરબજારોને વધુ સમય આપવામાં આવે.

નોંધનીય છે કે મે 2009માં ચુંટણીનું પરિણામ જાહેર થયા પછી બેન્ચમાર્ક નિર્દેશાંકો ઉપલી સર્કિટે ઉછળતાં શેરબજારોમાં ટ્રેડીંગ બે કલાક અટકાવી દેવામાં આવ્યું હતું.
એક અગ્રણી બ્રોકર એસોસીએશને આ મુદ્દે મૂડીબજારની નિયમનકારને રજૂઆત કરી હોવાનું કહેવાય છે. ચુંટણી પરિણામના દિવસે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળતી હોય છે.
આ વખતે આમ પણ શેરબજારમાં મોદીના પીએમ બનવાની ઉજળી શક્યતાઓને પગલે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પરિણામો ભાજપ અને એનડીએ તરફી આવે તો માર્કેટમાં વોલેટિલિટી વધી શકે છે. માર્કેટમાં તેજી આવે તો ફરી ઉપરી સર્કિટ લાગવાની શક્યતાઓ દલાલ જોઇ રહ્યા છે.
આ તેજીને કારણે માર્કેટ બંધ રહે તો દલાલો પૂરતો લાભ મેળવી શકે તેવા હેતુથી સેબીને માર્કેટનો સમય વધારવા જણાવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
