ATM મશીનમાં કેશ ખતમ થઈ તો બેંકે આપવો પડશે દંડ, જાણો શું છે RBIનો નવો નિયમ
ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોને મોટી રાહત આપનાર નિર્ણય કર્યો છે. જાણો શું છે નિર્ણય.
નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોને મોટી રાહત આપનાર નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ તમામ બેંકોને સ્પષ્ટ રીતે નિર્દેશ આપ્યા છે કે જો તેમના એટીએમમાં કેશ ન મળ્યુ અને ગ્રાહકને પૈસા કાઢતી વખતે એટીએમમાં કેશ ખતમ થઈ ગયુ તો બેંક પર ડંદ લગાવવામાં આવશે. રિઝર્વ બેંકના આ નિર્ણયથી ગ્રાહકોને મોટી રાહત મળી છે. ઘણીવાર આ સમસ્યા જોવા મળે છે કે એટીએમમાં કેશ ખતમ થઈ ગયુ છે જેના કારણે ગ્રાહકોને ઘણી મુશ્કેલી થાય છે પરંતુ હવે આરબીઆઈએ આવી બેંકો સામે દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે જેમના એટીએમમાં કેશ નહિ મળે.

10 હજાર રૂપિયાનો દંડ
રિઝર્વ બેંકે પોતાના આદેશમાં કહ્યુ છે કે જો એટીએમમાં સમયે પૈસા નાખવામાં ન આવ્યા અને ગ્રાહકો કેશ ન કાઢી શક્યા તો બેંકો પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. આરબીઆઈ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે જો એટીએમમાં કેશ ખતમ થવાના 10 કલાકની અંદર કેશ જમા કરવામાં ન આવી તો બેંક પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. આ બાબતે આરબીઆઈ તરફથી પરિપત્ર પર જાહેર કરવામાં આવ્યો છે.

આરબીઆઈએ કેમ લીધો આ નિર્ણય
આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ નિર્ણય એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે જેથી એટીએમમાં પૈસા કાઢવા માટે અહીંથી તહીં ભટકવુ ના પડે. આરબીઆઈએ આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી બેંક અને વ્હાઈટલેબલ એટીએમ સંચાલક એ વાતને સુનિશ્ચિત કરે કે એટીએમમાં સમયે પૈસા નાખી દેવામાં આવે અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય.

1 ઓક્ટોબરથી લાગુ થશે નિયમ
રિઝર્વ બેંકનો આ આદેશ 1 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. ત્યારબાદ જો કોઈ પણ એટીએમમાં કેશ ન મળ્યુ અને ચોક્કસ સીમાની અંદર કેશ જમા ન કરાવ્યુ તો બેંક સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેના પર 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો કે બેંક એના માટે સ્વતંત્ર હશે કે તે એટીએમમાં કેશ ન હોવા પર વ્હાઈટ લેબલ એટીએમ સામે કાર્યવાહી કરી શકે છે કે જે એટીએમમાં કેશ ભરવાનુ કામ કરે છે.

દર મહિને આપવાનુ રહેશે સ્ટેટમેન્ટ
આ સાથે રિઝર્વ બેંક તરફથી એ પણ કહેવામાં આવ્યુ છે કે બેંકોને સિસ્ટમ જનરેટેડ સ્ટેટમેન્ટ પણ એટીએમના જમા કરવાના રહેશે. આ સ્ટેટમેન્ટ દર મહિને શરૂઆતના પાંચ દિવસની અંદર જમા કરવાના રહેશે. આની શરૂઆત ઓક્ટોબર 2021થી થસે અને દર મહિનાની 5 તારીખ પહેલા આ સ્ટેટમેન્ટ સંબંધિત વિભાગને જમા કરાવવાનુ રહેશે. જો બેંક કોઈ પણ પ્રકારની અપીલ કરવા માંગે તો આના માટે તેણે રીજનલ ડાયરેક્ટર કે ઑફિસર ઈન્ચાર્જને એક મહિનાની અંદર પોતાની વાત રાખવી પડડશે. દંડ લગાવવાના એક મહિનાની અંદર જ આ અપીલ કરવાની રહેશે.

આ પરિસ્થિતિઓમાં મળી શકે છે રાહત
આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યુ છે કે બેંકો પર એટીએમ કેશ ખતમ થવા પર દંડ લગાવાયા બાદ જો બેંક આની સામે અપીલ કરે અને કેશ ન હોવા અંગે કોઈ યોગ્ય કારણ હોય તો બેંકને રાહત આપવામાં આવશે. જેમ કે જો રાજ્ય કે વિસ્તારમાં લૉકડાઉન કે હડતાળ હોય વગેરે ત્યારે દંડમાંથી રાહત મળી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
