ATM New Rules : આડેધડ એટીએમનો ઉપયોગ કરી રહ્યાં છો તો સાવધાન, આજથી બદલાઈ ગયા છે આ નિયમો
ATM New Rules : આજથી એટલે કે 1 મે ભારતમાં એટીએમ વ્યવહારો સાથે સંબંધિત નવા નિયમો અમલમાં આવ્યા છે. આ નિયમો આજે જ જાણી લેવા જરૂરી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ આ નવા નિયમો એટીએમ દ્વારા કરવામાં આવતા માસિક વ્યવહારોની સંખ્યા અને મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા વટાવ્યા બાદ લાગુ પડતા ચાર્જને અસર કરશે.

RBIની નવી ગાઈડલાઈન્સ અનુસાર, ગ્રાહકો દર મહિને તેમની બેન્કના એટીએમમાંથી પાંચ મફત ટ્રાન્ઝેક્શન કરી શકે છે, જેમાં નાણાકીય (જેમ કે રોકડ ઉપાડ) અને બિન-નાણાકીય (જેમ કે બેલેન્સ ચેક અથવા મિની સ્ટેટમેન્ટ) વ્યવહારોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અન્ય બેન્કના એટીએમમાંથી પણ મફત ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ આ મર્યાદા શહેરના પ્રકાર પર આધાર રાખે છે. મેટ્રો શહેરોમાં અન્ય બેન્કના એટીએમમાંથી ત્રણ મફત ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો વિસ્તારો: અન્ય બેન્કના એટીએમમાંથી પાંચ મફત ટ્રાન્ઝેક્શન મળશે.
જો ગ્રાહકો આ મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા વટાવે છે તો બેન્ક તેમની પાસેથી વધુમાં વધુ 23 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલી શકે છે. આ નવો ચાર્જ 1 મે 2025થી લાગુ થઈ ગયો છે, જે અગાઉ 21 રૂપિયા હતો.
આ ચાર્જ નાણાકીય વ્યવહારો (જેમ કે રોકડ ઉપાડ) અને બિન-નાણાકીય વ્યવહારો (જેમ કે બેલેન્સ ચેક) બંને પર લાગુ પડશે. આ ચાર્જ કેશ રિસાયક્લર મશીન (CRM) પર પણ લાગુ થશે, પરંતુ રોકડ જમા કરવા પર કોઈ ચાર્જ લાગશે નહીં.
ઘણી બેન્કો જેમ કે HDFC, પંજાબ નેશનલ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્કે તેમના ગ્રાહકોને આ સુધારેલા ચાર્જ વિશે પહેલેથી જ જાણકારી આપી દીધી છે. HDFC બેન્કે જણાવ્યું છે કે 2 મે 2025થી મફત મર્યાદા વટાવતા વધારાના ટ્રાન્ઝેક્શન માટે 23 રૂપિયા લાગુ કરનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 21 રૂપિયા હતો.
આ નવા નિયમોના કારણે ગ્રાહકોએ તેમના એટીએમ વ્યવહારોનું ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને જો તેઓ વારંવાર અન્ય બેન્કના એટીએમનો ઉપયોગ કરે છે. મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદાનું પાલન કરવાથી ગ્રાહકો વધારાના ચાર્જથી બચી શકે છે.
આ ઉપરાંત, ડિજિટલ બેન્કિંગ વિકલ્પો જેમ કે ઓનલાઈન બેન્કિંગ અથવા UPIનો ઉપયોગ કરવાથી એટીએમ પર નિર્ભરતા ઘટાડી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
