વોટ માટે મહિલા નેતાએ બિકિનીમાં કર્યો અશ્લીલ ડાંસ, Video જોઈને લોકો થયા ગુસ્સે
મહિલા નેતાને બિકિની પહેરીને અશ્લીલ ડાંસ કરવો ભારે પડી ગયો છે.
નવી દિલ્લીઃ મહિલા નેતાને બિકિની પહેરીને અશ્લીલ ડાંસ કરવો ભારે પડી ગયો છે. મહિલાના આ અભદ્ર ડાંસને લઈને લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. તેની ટીકા થઈ રહી છે. લોકોને મહિલા સેનેટરની આ સ્ટાઈલ બિલકુલ પસંદ ન આવી અને તેઓ મહિલા નેતાને ટ્રોલ કરવા લાગ્યા. યુએસએના રોડ આઇલેન્ડની સેનેટર ટિયારા મેકે લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે બિકિની પહેરીને ડાંસ કર્યો હતો પરંતુ આ દાવ ઉલટો પડી ગયો હતો.

મહિલા નેતાએ પહેરી બિકિની
ટિયારા મેકનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ટિયારાએ પોતે આ વીડિયો ટિક ટોક પર અપલોડ કર્યો છે. જેમાં તે કલરફુલ બિકિનીમાં જોવા મળી રહી છે. રોડ આઇલેન્ડના ડિસ્ટ્રિક્ટ 6નુ પ્રતિનિધિત્વ કરતી ટિયારા મેક બિકિની પહેરીને સ્ટંટ કરી રહી છે. હેન્ડ સ્ટંટ કરતી વખતે તેણે કેટલાક ડાંસ સ્ટેપ્સ કર્યા. જેના પછી લોકો તેને નિશાન બનાવી રહ્યા છે. ટિક ટોક પર અપલોડ કરાયેલા આ વીડિયોમાં તે ઉંધા માથે ડાંસ કરી રહી છે.

લોકોનુ ધ્યાન આકર્ષિત કરવા માટે પહેરી બિકિની
ટિકટોક પર આ વીડિયો અપલોડ કરતી વખતે ટિયારા મેકે લખ્યુ, એક મહિલા સેનેટર બ્લોક આઈલેન્ડ તરફ લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયોના અંતે તે કેમેરાની નજીક આવે છે અને કહે છે કે વોટ સેનેટર મેક. તમને જણાવી દઈએ કે પોતાના ચૂંટાયેલા સેનેટરને આ રૂપમાં જોઈને લોકો ગુસ્સે થઈ ગયા. લોકો તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. કોઈએ કમેન્ટ કરીને લખ્યુ કે સેનેટરને ટૂંકા કપડામાં જોઈને શરમ આવે છે. તો કોઈએ તેમને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી.

ટ્રોલર્સને આપ્યો જવાબ
લોકોની ટિપ્પણીઓથી નેતા ગભરાઈ નહિ પરંતુ તેણે બીજો વીડિયો અપલોડ કર્યો અને ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો કે હું એક શિક્ષિત મહિલા છુ. મારી પાસે IVY ડિગ્રી છે અને હું ચૂંટાયેલ રાજ્ય સેનેટર છુ. આવી સ્થિતિમાં મારા ડ્રેસને મારા કામ સાથે કોઈ લેવાદેવા નથી.

પહેલી LGBTQ બ્લેક, જે ચૂંટાઈ સેનેટ
ટિયારા રોડ આઇલેન્ડની પ્રથમ મહિલા સેનેટ છે જે તેના પોતાના, LGBTQમાંથી આવે છે. આ ચૂંટણીમાં તેમને 60 ટકા વોટ મળ્યા હતા. રાજકારણમાં જોડાતા પહેલા તેણે ન્યૂ ઇંગ્લેન્ડમાં પ્લાન્ટ પેરેન્ટહૂડમાં સામાજિક કાર્યકર તરીકે કામ કર્યુ હતુ. સેનેટની આ વીડિયો ક્લિપને ટિકટોક પર 60000થી વધુ લોકોએ જોઈ હતી. જ્યારે ટ્વિટર પર તેને 20 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
