લોકોને બચાવવા માટે પોતાના લગ્ન અડધા છોડી પહોંચ્યો આ ફાયરફાઈટર, પત્નીની પણ થઇ રહી છે પ્રશંસા
એક ફાયરફાઇટર માટે કોઈનું જીવન સૌથી વધુ મહત્વ ધરાવે છે અને વાતને જેરેમીએ સાબિત પણ કરી છે. જેરેમી પોતાના લગ્નના દિવસે તેની પત્નીને છોડી લોકોની મદદ માટે પહોંચી ગયા.
એક ફાયરફાઇટર માટે કોઈનું જીવન સૌથી વધુ મહત્વ ધરાવે છે અને વાતને જેરેમીએ સાબિત પણ કરી છે. જેરેમી પોતાના લગ્નના દિવસે તેની પત્નીને છોડી લોકોની મદદ માટે પહોંચી ગયા. જેરેમી અને ક્રિસ્ટાના લગ્નના દિવસ એક ઇમરજન્સી કોલ આવ્યો કે એક ઘરમાં આગ લાગી છે આ પછી જેરેમી બધું છોડીને લોકોની મદદ કરવા નીકળી ગયા. બંનેની આ હકીકતએ ઇન્ટરનેટ પર લોકોનાં દિલ જીતી રહી છે.

ફાયર સ્ટેશનમાં કપલે કર્યા લગ્ન
જેરેમી અને તેમની ગર્લફ્રેન્ડ ક્રિસ્ટાએ પોતાના લગ્ન સેન્ટ પૉલમાં ફાયર સ્ટેશન પર કરવાનો નિર્ણય લીધો, જ્યાં જેરેમી કામ કરે છે. ક્રિસ્ટાને લાગ્યું હતું કે તે દિવસે કોઈ ઇમરજન્સી કૉલ આવી શકે છે અને આવી પરિસ્થિતિમાં તે તેના પતિને મોકલવા માંગતી નથી. ફાયર સ્ટેશન પર લગ્ન કરવાથી ઇમરજન્સીની સ્થિતિમાં જેરેમી તેના સહકાર્યકરોને મોકલી શકે છે. જ્યાં ક્રિસ્ટાના આવા વિચારો હતા, ત્યાં નસીબએ બીજું જ કંઈક વિચાર્યું હતું.

લગ્ન છોડી મદદ કરવા માટે નીકળ્યા જેરેમી
બંનેના લગ્ન પછી જયારે બધા ફોટા પડાવી રહ્યા હતા, ત્યારે ફાયર સ્ટેશન પર એક ઇમરજન્સી કૉલ આવ્યો. કોલમાં કહેવામાં આવ્યું હતું કે એક ઘરમાં આગ લાગી ગઈ છે. ટૂંક સમયમાં જ ત્યાં ફાયરફાઈટર્સને મોકલવામાં આવ્યા, પરંતુ જયારે ફરીથી કૉલ આવ્યો કે આગ ભયાનક છે તો જેરેમીને ત્યાં જવું પડ્યું. ક્રિસ્ટાએ કહ્યું, 'હું તેમને રોકી શકતી નથી. હું એ તેમને કહ્યું, જાઓ અને લોકોની મદદ કરો. તે આખું જીવન મારી સાથે રહેશે. તે સમય દરમિયાન લોકોને તેમની જરૂર હતી.'

પત્નીએ પતિને પૂરો સાથ આપ્યો
બંને 1 સપ્ટેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. જેરેમી કહે છે કે ક્રિસ્ટાની આ વાતથી તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ જેરેમી અને ક્રિસ્ટાની પ્રશંસા કરી રહ્યા છે. જેરેમી, જેમણે પોતાના લગ્ન છોડી લોકોનું જીવન બચાવ્યું અને ક્રિસ્ટા, જે પોતાના પતિના વ્યવસાયને સમજી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
