મોંઘેરા પેટ્રોલની નગરીમાં શાનદાર એવરેજની સવારી
ભારતીય ઓટોમોટિક સ્કૂટર બજાર ઝડપથી વેગ પકડી રહ્યું છે. દેશમાં સમયાંતરે એકથી એક ચઢિયાતા સ્કૂટર્સને રજૂ કરવામાં આવી રહ્યાં છે. સતત લોન્ચ થઇ રહેલા સ્કૂટર્સે બજારમાં માત્ર સ્પર્ધાત્મક માહોલ જ ઉભો નથી કર્યો, પરંતુ ગ્રાહકના દિમાગમાં ખરીદી કરવા અંગેની સમસ્યાને પણ ઉભી કરી છે.
એ સાચી વાત છે કે, હોન્ડા એક્ટિવાએ દેશના સ્કૂટર માર્કેટમાં ધૂમ મચાવી છે, પરંતુ હવે બજારમાં એક્ટિવાને કડક મુકાબલો કરવા માટે અનેક સ્કૂટર હાજર છે. જે દરેક બાબતે જેમ કે, કિંમત, એવરેજ, ફીચર સહિત વિભિન્ન ટેક્નિક સાથે એક્ટિવાને ટક્કર આપી રહ્યાં છે.
બધા માટે ધ્યાન ખેંચવા જેવી બાબત હાલ કોઇ હોય તો તે એવરેજની છે. આજે પણ ઓટોમેટિક સ્કૂટરની રેન્જ પર ધ્યાન આપીએ તો નક્કી ભ્રમ ઉભુ કરે તેવી સ્થિતિ બનતી હશે, કે કયું સ્કૂટર કેટલી એવરેજ આપે છે, પરંતુ આજે અમે તમને દેશમાં લોન્ચ કરવામાં આવેલા સ્કૂટર્સમાંથી કેટલાક એવા સ્કૂટર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે એવરેજની બાબતે પણ સારા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ દેશના પાંચ શાનદાર એવરેજ આપતા સ્કૂટર્સ.

સારી એવરેજ આપતા ઓટોમેટિક સ્કૂટર
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ દેશના હાલ ટોપ પાંચ સારી એવરેજ આપતા ઓટોમેટિક સ્કૂટર

ટીવીએસ વેગો
એવરેજઃ ટીવીએસનો દાવો છે કે વેગો 62 કિમી પ્રતિ લીટરની એવરેજ આપે છે. તો કેટલાક ચાલકોએ આ વાતનો સ્વિકાર કર્યો છે કે, 45-47 કિમી પ્રતિ લીટરની એવરેજ આપે છે.
ઇંધણ ક્ષમતાઃ 5 લીટર
એન્જીનઃ 109.7 સીસી છે જે, સ્કૂટરનો 8 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કર્યા છે.
કિંમતઃ 47,692(એક્સ શોરૂમ દિલ્હી)

હોન્ડા એક્ટિવા
એવરેજઃ હોન્ડાએ દાવો કર્યો છે કે, એક્ટિવા 60 કિમી પ્રતિ લીટરની એવરેજ આપે છે, તો બીજી તરફ સ્કૂટર ચલાવનારાઓનું કહેવું છે કે, આ સ્કૂટર લગભગ 50 કિમી પ્રતિ લીટરની એવરેજ આપે છે.
ઇંધણ ક્ષમતાઃ 5.3 લીટર
એન્જીનઃ 109 સીસી સિંગલ સિલેન્ટર જે સ્કૂટરને 8 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે.
કિંમતઃ 51,922(એક્સ શોરૂમ દિલ્હી)

સૂઝુકી સ્વીસ
એવરેજઃ જાપાનની વાહન નિર્માતા કંપની સૂઝુકીએ દાવો કર્યો છે કે, સ્વીસ 57 કિમી પ્રતિ લીટરની એવરેજ આપે છે, પરંતુ ચાલકોનું કહેવું છે કે, આ સ્કૂટર શહેરમાં લગભગ 45 અે ખુલ્લા રસ્તા પર 50 કિમી પ્રતિ લીટરની એવરેજ પ્રદાન કરે છે.
ઇંઘણ ક્ષમતાઃ 6 લીટર
એન્જીનઃ 124 સીસી સિંગલ સિલેન્ડર એન્જીન જે સ્કૂટરને 8.58 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે.
કિંમતઃ 54,404( એક્સ શોરૂમ દિલ્હી)

મહિન્દ્રા ડ્યૂરો
એવરેજઃ મહિન્દ્રાએ હાલમાં ટૂવ્હીલર બજારમાં ડગ માંડ્યો છે. મહિન્દ્રાનો દાવો છે કે, ડ્યૂરો 56 કિમી પ્રતિ લીટરની એવરેજ પ્રદાન કરી છે. ચાલકો અનુસાર આંકડા 48 કિમી પ્રતિ લીટરની એવરેજ છે.
ઇંધણ ક્ષમતાઃ 6.5 લીટર
એન્જીનઃ 124.6 સીસી સિંગલ સિલેન્ડર, જે સ્કૂટરને 10.87 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે.
કિંમતઃ 44,688(એક્સ શોરૂમ દિલ્હી)

હીરો મેસ્ટ્રો
એવરેજઃ હીરો મોટોએ દાવો કર્યો છે કે, મેસ્ટ્રો 50 કિમી પ્રતિ લીટરની એવરેજ આપે છે, પરંતુ ચાલકો અનુસાર એવરેજના મામલે આ બાઇક ઉક્ત બાઇક કરતા નીચે આવે છે, આ સ્કૂટર શહેરમાં 38-40 કિમી પ્રતિ લીટરની એવરેજ આપે છે.
ઇંધણ ક્ષમતાઃ 5.3 લીટર
એન્જીનઃ 10-9 સીસી જે સ્કૂટને 8 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે.
કિંમતઃ 51,603( એક્સ શોરૂમ દિલ્હી)
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
