આઠવા દિવસે થાય છે મા દૂર્ગાના આઠમા સ્વરૂપ 'મહાગૌરી'ની પૂજા
નવરાત્રિનો આઠમો દિવસઃ મહાગૌરી
રૂપઃ સરસ, સુલભ અને મોહક
અસ્ત્ર-શસ્ત્રઃ ત્રિશૂળ
વાહનઃ વૃષભ
મા દૂર્ગાની આઠમી શક્તિનુ નામ મહાગૌરી છે. મા ગૌરીનુ આ સ્વરૂપ ખૂબ જ સરસ, સુલભ અને મોહક છે. મહાગૌરીની ચાર ભૂજાઓ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા છે અને નીચેવાળા જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરવાલા ડાબા હાથમાં ડમરુ અને નીચેના ડાબા હાથમાં વર-મુદ્રા છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે. તેમની ઉપાસનાથી ભક્તોના બધા કષ્ટો દૂર થાય છે. મા ગૌરીની ઉપાસના નીચે લખેલા શ્લોકથી કરવી જોઈએ.

या देवी सर्वभूतेषु माँ गौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
કથા
પૌરાણિક કથાઓ અનુસાર માએ પાર્વતી રૂપે ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે ખૂબ જ કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યાના કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી ધોયુ હતુ ત્યારે તે વિદ્યુત પ્રભા સમાન અત્યંત કાંતિમાન-ગૌર થઈ ઉઠ્યુ હતુ, ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યુ.
પૂજન વિધિઃ અષ્ટમીના દિવસે મહિલાઓ પોતાના સુહાગ માટે દેવી માને ચૂંદડી ભેટ આપે છે. કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે.
મહત્વઃ મા મહાગૌરીનુ ધ્યાન, સ્મરણ, પૂજન-આરાધના ભક્તો માટે સર્વવિધ કલ્યાણકારી છે. આપણે સદૈવ તેમનુ ધ્યાન કરવુ જોઈએ. તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તેમના ચરણોમાં શરણ મેળવવા માટે આપણે સર્વવિધ પ્રયત્ન કરતા રહેવા જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
