Solar and Lunar Eclipse 2022: નવા વર્ષમાં ક્યારે-ક્યારે આવશે 'સૂર્યગ્રહણ' અને 'ચંદ્રગ્રહણ', જાણો અહીં
ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આમ તો ખગોળીય ઘટના છે પરંતુ સહુ કોઈ વર્ષ 2022માં આવનારા ગ્રહણો વિશે જાણવા માંગે છે. જાણો અહીં સમગ્ર વિગત.
નવી દિલ્લીઃ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આમ તો ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહોનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે અને આના કારણે લોકોમાં ગ્રહણને લઈને ભ્રમ-ભય અને ઉત્સુકતા રહે છે. માટે સહુ કોઈ વર્ષ 2022માં આવનારા ગ્રહણો વિશે જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં ચાર ગ્રહણ લાગવાના છે જેમાંથી ચંદ્ર ગ્રહણ અને બે સૂર્ય ગ્રહણ છે.

સૂર્યગ્રહણ
સૌથી પહેલા વાત કરીએ સૂર્યગ્રહણની, તો પહેલુ સૂર્યગ્રહણ 30 એપ્રિલ, 2022ના રોજ લાગશે કે જે બપોરે 12.15 વાગ્યાથી 04.07 વાગ્યા સુધી રહેશે. આ આંશિક ગ્રહણ હશે જેનો પ્રભાવ દક્ષિણ-પશ્ચિમ અમેરિકા, પ્રશાંત એટલાંટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે. વર્ષ 2022નુ બીજુ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરના રોજ દેખાશે. તે પણ આંશિક ગ્રહણ હશે. તે સાંજે 04:29:10 વાગે શરુ થશે અને 05:42:01 સુધી ચાલશે. તે યુરોપ, દક્ષિણ-પશ્ચિમ એશિયા, આફ્રિકા અને એટલાંટિકામાં જોઈ શકાશે. આ ગ્રહણ ભારતમાં નહિ દેખાય.

ચંદ્રગ્રહણ
વર્ષ 2022ના ચંદ્રગ્રહણની કરીએ તો પહેલુ ચંદ્રગ્રહણ 15 અને 16 મેના રોજ સવારે 7.02 વાગ્યાથી શરુ થઈને 12.20 વાગ્યા સુધી ચાલશે. તેને સાઉથ-વેસ્ટ યુરોપ, સાઉથ-વેસ્ટ એશિયા, આફ્રિકા, નૉર્થ અમેરિકાના મોટાભાગના હિસ્સા, સાઉથ અમેરિકા, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર એંટાર્કટિકા અને એટલાંટિક મહાસાગરમાં જોઈ શકાશે. વર્ષ 2022નુ બીજુ છેલ્લુ ચંદ્રગ્રહણ 8 નવેમ્બરના રોજ બપોરે 1.32 વાગ્યાથી સાંજે 7.27 વાગ્યા સુધી રહેશે. જેને નૉર્થ-ઈસ્ટ યુરોપ, એશિયા, ઑસ્ટ્રેલિયા, નૉર્થ અમેરિકા, સાઉથ અમેરિકામા જોઈ શકાશે. વર્ષ 2022માં લાગનાર બંને ચંદ્રગ્રહણનો સૂતક કાળ માન્ય હશે.

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એટલે શું?
જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે ચંદ્રની પાછળ સૂર્ય અમુક સમય માટે ઢંકાઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. તે હંમેશા અમાસનુ હોય છે. જ્યારે ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવે ત્યારે તેને ચંદ્રગ્રહણ કહે છે. આ દરમિયાન એક સીધી રેખા બની જાય છે. આ સ્થિતિમાં પૃથ્વી સૂર્યની રોશનીને ચંદ્રમા સુધી નથી પહોંચવા દેતી. તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે થાય છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
