Navratri Kalash Naliyer: નવ દિવસની પૂજા બાદ કળશમાં રાખેલા નાળિયેરનુ શું કરવુ?
Navratri Kalash Naliyer: દેવી દુર્ગાની આરાધનાનો તહેવાર શારદીય નવરાત્રી હવે અંતિમ ચરણમાં છે. 15મી ઓક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રિ 23મી ઓક્ટોબરે પૂરી થશે. નવરાત્રિના નવ દિવસોમાં મા અંબાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિના પહેલા દિવસે દેવી દુર્ગાની સામે કળશની સ્થાપના કરવામાં આવે છે. એક નાળિયેર, જે શુભતાનું પ્રતીક છે, તેને કળશ પર મૂકવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત નાળિયેર અને કળશની સ્થાપનાથી થાય છે. આવો જાણીએ કે તે નાળિયેરને નવ દિવસ સુધી રાખ્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જેથી મા દુર્ગા ક્રોધિત ના થાય.

પૂજા સ્થાન પર જ રાખો
નવરાત્રિ દરમિયાન પૂજા સ્થાન પર રાખેલા કળશ અને નારિયેળની સારી રીતે કાળજી લેવી જોઈએ. નવરાત્રિ પૂરી થતા જ ઘણા લોકો ખોટી રીતે કળશ અને નાળિયેર હટાવી દે છે. નાળિયેરને લાલ કપડામાં લપેટીને થોડા સમય માટે પૂજા સ્થાન પર રાખવું જોઈએ.
પ્રસાદ તરીકે ઉપયોગ કરો
નવરાત્રિ દરમિયાન સ્થાપિત કળશ અને નાળિયેર આદરપૂર્વક દૂર કરવા જોઈએ. તેને તોડીને પરિવારના સભ્યો અને છોકરીઓમાં પ્રસાદ તરીકે વહેંચવું જોઈએ. તેનાથી માતાના આશીર્વાદના રૂપમાં દરેક વ્યક્તિ તે પ્રસાદ મેળવી શકે છે.
પધરાવી દો
નવરાત્રિ સમાપ્ત થયા બાદ પૂજાની તમામ સામગ્રી પ્રવાહિત કરી શકાય છે. નાળિયેર, ચોખા, ફૂલ વગેરે કોઈપણ નદી કે પાણીમાં પધરાવી દેવા જોઈએ. પ્લાસ્ટિકની વસ્તુઓને પ્રવાહિત ના કરો. નાળિયેરની છાલને પણ પાણીમાં પ્રવાહિત કરી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
